Covid-19 ની આ પરિસ્થિતિ: મોટાભાગની કંપનીઓ મુશ્કેલીમાં પણ ઓનલાઈન મિટિંગ ની સેવા પૂરી પડતી કંપનીઓ ગેલમાં!!!

Spread the love
Reading Time: 2 minutes

નોવેલ કોરોના વાઇરસ ના કારણે સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ મુશ્કેલ પરિસ્થિતિ નું નિર્માણ થયેલ છે. દુનિયાના લગભગ તમામ દેશ, તમામ નાગરિકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દુનિયા ના તમામ દેશોના અર્થતંત્ર ને ખૂબ માઠી અસર COVID-19 ના કારણે ઊભી થઈ છે. આવીજ મુશ્કેલ સ્થિતિ દુનિયાની લગભગ તમામ કંપનીઓ માટે ઊભી થઈ છે. “સ્ટે હોમ સ્ટે સેફ” તથા “વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટ” કદાચ સૌ પ્રથમ વાર દુનિયાભરમાં આટલા મોટા પ્રમાણમાં સ્વીકારવામાં આવ્યો હશે. લોકોના જીવન માં આમૂલ પરીવર્તન આવ્યું. પણ આ મુશ્કેલ પરિસ્થિતિમાં અમુક ખાસ પ્રકારની સેવા પૂરી પાડતી કંપનીઓ માટે અભૂતપૂર્વ લાભો થઈ રહ્યા ના અહેવાલો મળી રહ્યા છે.

વર્ક ફ્રોમ હોમ ના કારણે મોટાભાગની મિટિંગ હાલમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર થઈ રહી છે. આ ઓનલાઈન મિટિંગ પૂરી પાડતી કંપનીઓમાં સૌથી પ્રચલિત તેવી ગૂગલ, હેંગઆઉટ, ઝૂમ મિટિંગ, ઝૉહો મિટિંગ છે. આ કંપનીઓ નો ઉપયોગ આ લોકડાઉન દરમ્યાન ખૂબ મોટા પ્રમાણ માં વધ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે. આ કંપનીઓ પોતાના યુઝરને ફ્રી સેવા પણ પૂરી પડતી હોય છે. પરંતુ આ ફ્રી સેવામાં ઘણી સગવડો આપવામાં આવતી નથી. આ ફ્રી સેવામાં મિટિંગ માં જોડાઈ શકનાર વ્યક્તિ ની સંખ્યા મર્યાદિત રાખવામા આવેલ હોય છે. આમ, આ વધારાની સેવાઓ લેવા માટે આ ફ્રી વર્સન છોડી અને “પેઇડ” વર્સન લેવું જરૂરી બનતું હોય છે. આ કંપનીઓ માસિક અથવા વાર્ષિક ભાડાઓ લેતા હોય છે. આ તમામ કંપનીઓ ના ગ્રાહકોમાં ખૂબ મોટા પ્રમાણમા વધારો થઈ રહ્યો છે. વિકીપીડિયા ઉપરથી મળતી માહિતી ઉપર થી જાણવા મળ્યું છે કે Covid-19 ની આ પરિસ્થિતમાં ઝુમ નો ઉપયોગ 67% વધ્યો છે. આ એપ એક દિવસમાં 3,43,000 ડાઉનલોડ થયા નો પણ અહેવાલ છે. NASDAQ (અમેરિકન) શેર માર્કેટમાં નોંધાયેલ આ કંપનીના શેર ના ભાવમાં તેના લિસ્ટિંગ ભાવથી 263% નો વધારો આવ્યો છે. ડિસેમ્બર 2019 માં ઝુમ એપ ના વપરાશકારો 10 મિલિયન (એક મિલિયન એટ્લે 10 લાખ) જેટલા હતા. જે માર્ચ 2020 સુધીમાં વધીને 200 મિલિયન થઈ ગયા છે. આ માહિતી કંપનીએ પોતાના એક રિપોર્ટ માં જણાવેલ છે. આવીજ રીતે ભારતીય કંપની ઝૉહો કોર્પોરેશન આ પ્રકારની સેવા પૂરી પાડે છે. આ કંપનીએ પણ આ Covid-19 દરમ્યાન ગ્રાહકોમાં ઘણા લાભો થયા છે. આ કંપની ના વપરાશકારો 5 કરોડ સુધી પહોચી ગયા ના અહેવાલો છે. શાળાઓ ઓનલાઈન લર્નિંગ માટે, કંપનીઓ ઓનલાઈન મિટિંગ માટે આ પ્રકાર ની ઓનલાઈન મિટિંગનો ઉપયોગ કરી રહી છે. આ બાબતે વાત કરતાં ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ (વેસ્ટ ઝોન) ના ચેરમેન ભાષ્કર પટેલ જણાવે છે કે અમે હાલ વેબીનાર વડે અમારા તમામ સભ્યોને ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ની માહિતી ઘરે બેઠા પહોચાડી રહ્યા છીએ. તમામ મેમ્બર્સ આ સેવા નો લાભ ખૂબ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે. આવીજ રીતે ઉના ના જાણીતા ગાયનેક ડો આશિષ વકીલ જણાવે છે કે અમે ડોક્ટરો પણ આ દિવસોનો સદ્દપયોગ કરી સમગ્ર દેશના પ્રોફેશનલ્સ મળી અમારા ક્ષેત્રે થઈ રહેલા બદલાવ બાબતે વેબિનરો દ્વારા ચર્ચા કરી રહ્યા છીએ. ઉપરાંત અમારા પેશન્ટને પણ ઓનલાઈન તપાસી રહ્યા છીએ.

સોશીયલ ડિસ્ટનસિંગ ના આ સમયમાં ઓનલાઈન મિટિંગો વડે લોકો નજીક આવી રહ્યા છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી એ સમાજમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે એ બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!