ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવાની તારીખ 7 ઓક્ટોબર સુધી વધારવામાં આવી

0
Spread the love
Reading Time: < 1 minute

ટેક્સ પ્રોફેશનલ્સ માટે આ વધારો સુ:ખદ આશ્ચર્ય સમાન!!!

તા. 30.09.2024: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ધંધાકીય એકમ, ટ્રસ્ટ જેવા વિવિધ ઓડિટ રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હોય છે. નાણાકીય વર્ષ 2023 24 ના ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારી 07 ઓક્ટોબર કરી આપવામાં આવી છે. ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેંટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે આ વધારો જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિવિધ કરદાતાઓને ઓનલાઈન ઓડિટ રિપોર્ટ અપલોડ દાખલ કરવામાં પડી રહેલી તકલીફને ધ્યાને લઈ આ વધારો કરવામાં આવ્યો છે. દેશના વિવિધ ભાગોમાં થયેલ વરસાદના કારણે કરદાતાઓને પડી રહેલી તકલીફ પણ આ વધારાનું કારણ હોય શકે છે. જો કે કરદાતાઑ અને ખાસ કરીને ટેક્સ પ્રોફેસનલ્સ આ વધારો થશે તેવી આશા સેવી રહ્યા ના હતા. અગાઉના અનુભવના કારણે, આ વર્ષે ઓડિટ સ્વીકારવાની બહુ જૂજ પ્રમાણમાં રજૂઆતો થઈ હોય તેવું ફલિત થઈ રહ્યું હતું. સરકાર દ્વારા સામેથી આ વધારો કરી, એકંદરે ટેક્સ પ્રોફેશનલ્સને રાહતનો શ્વાસ લેવા તક આપી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
18108