શું અમારે પણ નવા PAN માટે ફરજિયાત અરજી કરવાની રહેશે?

Spread the love
Reading Time: 3 minutes

Dt 10.12.2024

-By Bhavya Popat, Advocate

કેન્દ્રિય કેબિનેટની અંતર્ગતની કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા રજૂ કરવામાં આવેલ PAN 2.0 પ્રોજેકટને 25 નવેમ્બરના રોજ બહાલી આપવામાં આવી છે. PAN 2.0 દ્વારા PAN કાર્ડ/TAN આપવાની પ્રક્રિયા, PAN કાર્ડ દ્વારા વિવિધ આર્થિક કર્યો કરવાની પદ્ધતિ વધુ સરળ અને વપરાશકાર માટે વધુ ઉપયોગી (યુઝર ફ્રેંડલી) બને તેવા પ્રયાસો કરવામાં આવનાર છે. PAN 2.0 પ્રોજેકટએ PAN તથા TAN સંબંધી અરજી, સુધારા, વધારા, આધાર-PAN લીંકિંગ વગેરે જેવા કામ માટે “વન સ્ટોપ પ્લેટફોર્મ” બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેકટ “ઇકો ફ્રેંડલી” અને “પેપર લેસ” રીતે કામ કરશે અને આ પ્રોજેકટ ભારત સરકારની આર્થિક “ડિજિટલ સિસ્ટમ” ના એકમાત્ર ઓળખ તરીકે કામ આપશે તેવું પણ પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે.

હાલમાં દેશભરમાં 78 કરોડ જેટલા PAN કાર્ડ રહેલા છે અને 73.28 લાખ જેટલા TAN રહેલા છે. આ PAN અને TAN બન્ને અલગ અલગ પોર્ટલ ઉપર કામ કરે છે. આ બન્ને પોર્ટલને તબદીલ કરી આ મહત્વકાંક્ષી પ્રોજેકટ દ્વારા એક પોર્ટલ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. હાલ, PAN અંગેની વિગતો ત્રણ અલગ અલગ એજન્સી દ્વારા સંગ્રહ કરવામાં આવે છે જેમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના ઇન્કમ ટેક્સ રિટર્ન પોર્ટલ, UTIITSL, પ્રોટેઇન ઇ ગવર્નન્સ પોર્ટલનો સમાવેશ થાય છે. PAN 2.0 લાગુ થતાં આ ત્રણ એજન્સીના સ્થાન પર એક જ પોર્ટલમાં આ સેવા સમાવિષ્ટ થઈ જશે. PAN 2.0 પ્રોજેકટને વધુ સરળ રીતે સમજવા સરકાર દ્વારા પ્રેસ રીલીઝમાં FAQ (અવારનવાર પુછવામાં આવતા પ્રશ્નો) પણ બહાર પાડવામાં આવ્યા છે. આ પૈકી વાંચકો માટે મહત્વના હોય તેવા FAQ આ લેખમાં લેવામાં આવ્યા છે.

  1. શું હાલ જે કરદાતા પાસે PAN છે તેઓ દ્વારા PAN0 અંતર્ગત ફરી નવા PAN માટે અરજી કરવાની રહેશે?

જવાબ: ના, હાલ જે કરદાતા પાસે PAN છે તેઓ દ્વારા આ PAN 2.0 માં ફરી અરજી કરવાની જરૂર રહેતી નથી.

  1. શું હાલ કરદાતાનો જે PAN છે તેમાં ફેરફાર થશે?

જવાબ: ના, હાલ કરદાતાનો જે PAN છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં.

  1. શું હાલ કરદાતા પાસે જે PAN છે તે બદલી આપવામાં આવશે?

જવાબ: ના, કરદાતા પાસે હાલ જે PAN છે તે જ PAN નવા પ્રોજેકટ PAN 2.0 માં પણ માન્ય ગણવામાં આવશે.

  1. શું કરદાતાને નામ, સ્પેલિંગ, એડ્રેસ વગેરેમાં કોઈ ફેરફાર કરાવવો હોય તો આ પ્રોજેકટ અંતર્ગત કોઈ વિકલ્પ છે?

જવાબ: હા, કરદાતા કે જેઓ હાલ PAN ધરાવે છે તેઓ આ પ્રોજેકટ PAN 2.0 શરૂ થાય ત્યારબાદ ઓનલાઈન અરજી દ્વારા આધાર કાર્ડની મદદ વડે આ ફેરફાર કરાવી શકશે.

  1. ઘણા કરદાતાના એડ્રેસ PAN મેળવ્યા સમય કરતાં તબદીલ થઈ ગયા છે. પરંતુ આ સુધારેલા એડ્રેસ PAN માં જાણ કર્યા નથી. PAN0 માં નવા PAN કાર્ડની ડિલિવરી ક્યાં એડ્રેસ ઉપર થશે?

જવાબ: અગાઉ જણાવ્યુ એમ કરદાતાને આ પ્રોજેકટ PAN 2.0 માં કોઈ નવું PAN આપવામાં આવનાર નથી સિવાય કે તેઓ આ બાબતે અરજી કરે કરદાતા દ્વારા ઓનલાઇન અરજી દ્વારા પોતાનું એડ્રેસ બદલવી શકે છે.

  1. નવા પ્રોજેકટ PAN અંતર્ગત કરદાતાને PAN ક્યાં સુધીમાં મોકલી આપવામાં આવશે?

જવાબ: આ પ્રોજેકટ PAN 2.0 અંતર્ગત કોઈ નવા PAN હાલના કરદાતાઓને મોકલવાના થતાં નથી.

  1. નવા PAN કાર્ડ એ QR કોડ વાળા હશે. શું આ સંજોગોમાં અમારી પાસે રહેલ જૂના PAN કાર્ડ વેલીડ ગણાશે?

જવાબ: હા, જૂના PAN કાર્ડ કે જે QR કોડ વગર છે તે હાલ પણ વેલીડ છે અને અગાઉ પણ વેલીડ ગણાતા રહેશે. ઉલ્લેખનીય છે કે QR કોડની પદ્ધતિ PAN મે વર્ષ 2017-18 થી દાખલ કરવામાં આવી છે.  હા, કરદાતા ઈચ્છે તો તેઓ હાલની પદ્ધતિ મુજબ કે PAN 2.0 શરૂ થાય ત્યારે QR કોડ વાળા નવા PAN માટે અરજી કરી શકે છે. જો કે QR કાર્ડ વાળા PAN ફરજિયા નથી.

  1. PAN કે જે “કોમન બીજનેસ આઈડેંટીફાયર ફોર ઓલ બિઝનેસ રેલેટેડ એક્ટિવિટીસ ઇન સ્પેસિફાઇડ સેક્ટર” એ શું છે?

જવાબ: સરકાર દ્વારા PAN 2.0 પ્રોજેકટમાં PAN ને કરદાતાની વિવિધ ધંધાકીય નોંધણી અને ઓળખાણ માટે PAN એ સર્વમાન્ય ધંધાકીય ઓળખાણ રહેશે. સરકારી એજન્સી PAN દ્વારા જ ધંધાકીય એકમની ઓળખ રાખશે.

આમ, ધંધાને લગતી દરેક પ્રવૃતિમાં આપવામાં આવતા ઓળખ નંબર PAN સાથે લિન્ક થયેલ હશે.

PAN 2.0 પ્રોજેકટ એ સરકાર દ્વારા અમલમાં આવનાર મહત્વકાંક્ષી સંકલ્પમાંનો એક ગણી શકાય. આ પરિયોજના લાગુ થતાં કરદાતા ઓનલાઈન એક જ પોર્ટલ ઉપરથી નવા PAN માટેની અરજી, હાલમાં રહેલ PAN ના સુધારા, Aadhar-PAN લીંકિંગ જેવા કર્યો એક જ જગ્યા ઉપરથી ઓનલાઈન, પેપરલેસ પદ્ધતિથી થઈ શકશે. હાલ, કરદાતાને PAN માં સુધારો કરાવવામાં તકલીફ પડી રહી છે આ તકલીફો પણ PAN 2.0 આવતા દૂર થઈ જશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર ધંધાકીય માળખાને PAN સાથે લિન્ક કરવામાં આવતા સરકારી એજન્સીને વહીવટી સરળતા રહેશે અને ધંધાકીય એકમને પણ PAN મુજબ એક અલગ બિઝનેસ નામના મળશે.

error: Content is protected !!