માર્ચ 2025 ના મહિનામાં આ કર્યો કરવાનું ચુકતા નહીં!!!

0

3D rendering

Spread the love
Reading Time: 5 minutes

By Darshit Shah (Tax Advocate)

           નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે, તમારી વ્યક્તિગત    નાણાકીય ચેકલિસ્ટને ચકાસવી અને વર્ષ માટે બાકી રહેલા તમામ મહત્વપૂર્ણ નાણાકીય કાર્યોને પૂર્ણ કરવા જરૂરી છે.નાણાંકિય વર્ષના અંતને લઇને કરદાતાઓ માટે મહત્વના તારીખો માસમાં આવી રહી છે. જેમાં વરિષ્ઠ નાગરિકો, પગારદાર કરદાતાઓ, વેપારીઓ, વ્યાસાયિકો, ગૃહિણીઓ, વ્યાજ અને ભાડાની આવક ધરાવતા કરદાતાઓ માટે માસ ખુબ મહત્વનો બની રહે છે. અહીં તમારી ઈનકમ ટેક્સ અને જી.એસ.ટી. તથા પર્સનલ ફાઇનાન્સ લિસ્ટમાં એવી વસ્તુઓની સૂચિ છે જેની તમારે 31 માર્ચ પહેલા કાળજી લેવાની જરૂર છે.

ઇન્કમ ટેક્સ કાયદા અંતર્ગત વિવિધ કર્યો ૩૧મી માર્ચ પેહલા કરવાના રહેછે.

  • એડવાન્સ ટેક્સ પેમેન્ટ:
    વરિષ્ઠ નાગરિકો સિવાયના તમામ નાગરિકો કે જે ધંધાકીય કે વ્યવસાયિક અવાક ધરાવે છે જેમની પાસે રૂ. 10,000 થી વધુ આવકવેરાની જવાબદારી છે તેઓ ચાર હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે, એટલે કે 15 જુલાઈ, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ પહેલાં. જો કે, 31મી માર્ચના રોજ અથવા તે પહેલાં કરવામાં આવેલ કોઈપણ ચુકવણી હજુ પણ એડવાન્સ ટેક્સ તરીકે ગણવામાં આવશે. પરંતુ, જો સમયમર્યાદા પર અથવા તે પહેલાં કર ચૂકવવામાં ન આવે, તો કરદાતા પાસેથી હપ્તામાં મુલતવી રાખવા માટે દર મહિને ૧% વ્યાજ વસૂલવામાં આવશે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD અથવા 44ADA જેવી અંદાજિત આવક યોજના હેઠળ આવક દર્શાવતા કરદાતા માટે 15 માર્ચ સુધીમાં સંપૂર્ણ ટેક્સ એડવાન્સ માં ભરવો જરૂરી છે.
  • ટેક્સ સેવિંગને લગતા ઇન્વેસ્ટમેન્ટના કર્યો:
    ટેક્સ પ્લાનિંગને નાણાકીય આયોજનનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે, પછી ભલે તમે પગારદાર વ્યક્તિ હો, વેપારી હો કે વ્યાવસાયિક, યોગ્ય ટેક્સ પ્લાનિંગ દ્વારા તમે ટેક્સને ઘણી હદ સુધી બચાવી શકો છો. આવકવેરાની બચત માટે યોગ્ય કર આયોજન જેવા કે LIC , પી.પી.એફ, એન.એન.સી, વગેરે
    જેવા ઇન્વેસ્ટમેન્ટ કરવામાટે વર્ષ ૨૦૨૪૨૫ ની આખર તારીખ ૩૧મી માર્ચ પેહલા કરવાના રહેશે. જો કે એક બાબત જાણવી જરૂરી છે કે ઇન્કમ ટેક્સ હેઠળ નવી સ્કીમનો લાભ લેતા હોય તેવા કરદાતા માટે આ રોકાણ કરવાના કોઈ ટેક્સ બેનિફિટ મળતા હોતા નથી.
  • ઇન્કમ ટેક્સનું નાણાકીય વર્ષ 2021 22 નું અપડેટેડ રિટર્ન જો લાગુ પડતું હોય તો ભરવું: 

ઇન્કમટેકસ કાયાદા અંતર્ગત ઉપડેટ રિટર્ન એટલે કે આઇટીઆરયુ (ITR U) કે જે નાણાકીય વર્ષ 2021-22 નું                         ભરવાનું હોય તે માટેની પણ આખર તા. 31 માર્ચ 2025 છે. કરદાતાઓએ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે નિર્દિષ્ટ                     આકારણી વર્ષ માટેના તેમના આવકવેરા રિટર્નમાં કોઈપણ જરૂરી અપડેટ કે સુધારા આ તારીખ સુધીમાં પૂર્ણ અને               ફાઇલ કરવામાં આવે.


       જી.એસ.ટી ના કાયદા અંતર્ગત વિવિધ કર્યો ૩૧મી માર્ચ પેહલા કરવાના રહેછે.

  • રેગ્યુલર ટેક્સ માં થી કોમ્પોઝિશન ટેક્સ પેયર :
    નાણાકીય વર્ષ 2024-25 માં જી.એસ.ટી માં નોંધાયેલ કરદાતા REGULAR માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2025-26 થી જો COMPOSITION SCHEME (ઉચક્વેરા) નો લાભ લેવા માંગતા હોય તો તેવા કરદાતાઓ 31/03/2025 સુધીમાં જી.એસ.ટી. પોર્ટલ પર એપ્લીકેશન કરી રેગ્યુલરમાં થી કોમ્પોઝિશન અટલકે ઉચ્ચકવેરામાં લાભ લઇ શકે છે, હાલમાં GST પોર્ટલ પર આ એપ્લીકેશન કરવાનો ઓપ્સન શરુ થય ગયો છે.
  • LUT લેટર ઓફ અંડરટેકિંગ વર્ષ 2025-26:
    GST ના કાયદા માં નોંધાયેલ કરદાતાઓ કે જે EXPORT (નિકાસ) કરતા હોય તે કરદાતાઓ એ LUT (LETTER OF UNDERTAKING) 31/03/2025 પહેલા રીન્યુ કરાવી લેવી ફરજીયાત છે. માલ કે સેવાઓની નિકાસ કરતા તમામ નોંધાયેલા કરદાતાઓએ IGSTની ચૂકવણી કર્યા વિના નિકાસ કરવા માટે GST પોર્ટલ પર GST RFD-11 ફોર્મમાં લેટર ઑફ અન્ડરટેકિંગ (LUT) આપવું ફરજીયાત છે. હાલમાં GST પોર્ટલ પર આ સુવિધા શરુ થય ગયેલ છે.
  • GTA (ગૂડ્સ ટ્રાન્સપોર્ટ આજૅનસી) ડેકલેરેશન:
    Goods Transport Agency (GTA) બે રીતે ટેક્ષ ભરી શકે છે, ફોરવર્ડ ચાર્જ અને રિવર્સ ચાર્જ. નાણાકીય વર્ષ 2024-25 માં ફોરવર્ડ ચાર્જ માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2025-26 માં રિવર્સ ચાર્જ માં  ટેક્ષ ભરવો હોય તો
    31-03-2025 પહેલા ડેકલેરેશન ફાઈલ કરવુ ફરજીયાત છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2024-25 માં રિવર્સ ચાર્જ માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2025-26 માં  ફોરવર્ડ ચાર્જ માં  ટેક્ષ ભરવો હોય તો 31-03-2025 પહેલા ડેકલેરેશન ફાઈલ કરવુ ફરજીયાત છે.
  • રેસ્ટોરન્ટ માટે સ્પેસીફાઇડ પ્રિમાઈસિસ અંગે ડેક્લેરેશન:
    આ વર્ષથી દાખલ થયેલ નિયમો મુજબ રેસ્ટોરન્ટ કે જે કોઈ હોટેલ બિલ્ડીંગ સાથે સલગ્ન હોય તેઓ સાથે જોડાયેલ હોટેલના કોઈ પણ રૂમની પાછલા વર્ષનું બિલ 7500 થી વધુ થયું હોય તેવા કિસ્સામાં અથવાતો રેસ્ટોરન્ટ કરદાતા પોતે હોટેલ બિલ્ડીંગ સાથે સલગ્ન હોય તો તેઓ મરજિયાત રીતે આ ડિકલેરેશન ફાઇલ કરી શકે છે. આ ડેક્લેરેશન ફાઇલ કરવા સાથે જ આ પ્રકારની રેસ્ટોરન્ટ માટે ગ્રાહકો પાસેથી ઉઘરાવવાનો થતો દર 18% થઈ જશે. ઉલ્લેખનીય છે કે માત્ર રેસ્ટોરન્ટ હોય (સાથે હોટેલ ના હોય) તેવા કરદાતાઓ માટે રેસ્ટોરન્ટનો દર માત્ર 5% જ રહી શકે છે.

 

  • ઈન્વોઈસ ને રિપોર્ટ કરવાની સમય મર્યાદામાં ફેરફાર :
    10 કરોડ થી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઈ-ઈનવોઈસ બનાવવાની સમય મર્યાદા 1લી એપ્રિલ 2025 થી ઈન્વોઈસની તારીખથી 30 દિવસમાં કરવાની રેહશે, એટલે કે બિલ/ ક્રેડિટ નોટ / ડેબિટ નોટ બન્યાના ૩૦ દિવસ ની અંદર IRN જનરેટ કરવો ફરજિયાત છે. દા.ત.: 1લી એપ્રિલ 2025 ના ઇન્વોઇસ માટે ઇ-ઇનવોઇસ તારીખ 30મી એપ્રિલ 2025 પછી પોર્ટલ IRN જનરેટ કરવા દેશે નહીં. આથી આવા કારદાતાઓએ નોંધ લેવી અને સમય મર્યાદામાં ઈ- ઈન્વોઈસ બનવાનું ચાલુ કરવું જોઈએ.
  • QRMP માંથી MONTHLY RETURN ફાઈલ કરવા માટે :
    જી.એસ.ટી કાયદામાં રજીસ્ટર વ્યક્તિ નું પાછલા વર્ષમાં 5 કરોડ સુધીનું ટર્નઓવર હોય તો તેવા કરદાતા QRMPS અંતરગત ત્રિમાસિક રીટર્ન ફાઈલ કરી શકે, પરંતુ નાણાકીય વર્ષ 2024-25 માં તેમનું ટર્નઓવર 5 કરોડથી વધી ગયું હોયતો નાણાકીય વર્ષ 2025-26 થી ફરજીયાત માસિક રીટર્ન ફાઈલ કરવાની જવાબદારી ઉપસ્થિત થશે.
  • ઈન્વોઈસની જવાબદારી ચકસવી:
    ઓગસ્ટ 2023માં થયેલા નવીનતમ સુધારા મુજબ, GST કાયદા હેઠળ નોંધાયેલા તમામ કરદાતાઓ, જેમનું કુલ વાર્ષિક ટર્નઓવર રૂ. 5 કરોડથી વધુ છે, તો તેમણે ઈ-ઈનવોઈસ જનરેટ કરવાની જરૂર છે. જેથી કરી એવા વેપારી કે જેમનું ટર્નઓવર વર્ષ 2024-25 માં રૂ. 5 કરોડથી વધુ છે તો તેમણે 1 અપ્રિલ 2025 થી ઈ-ઈન્વોઈસ કરવું ફરજીયાત છે. જે માટે વેપારીઓ એ તેમની એકકોઉંટીંગ સિસ્ટમ માં ઈ-ઈન્વોઈસ તથા ઈ-ઈન્વોઈસ ના પોર્ટલ પર ૩૧મી માર્ચ પેહલા રેજિસ્ટર કરવું અનિવાર્ય છે.
  • HSN કોડ રિપોર્ટિંગ આવશ્યકતા:
    જી.એસ.ટી. ના કાયદા અંતર્ગત નોંધાયેલા તમામ કરદાતાઓ એ નોંધ લેવી કે જો તેમનું નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વાર્ષિક ટર્નઓવર રૂ. ૫ કરોડ સુધીનો હોય, તો ૪ અંકનો HSN કોડ બિલ માં લખવો ફરજીયાત છે અને જો ૫ કરોડથી વધુ હોય, તો તેઓ એ ૬ અંકનો HSN કોડ બિલ માં લખવો ફરજિયાત છે. જેની પણ નોંધ લેવી અનિવાર્ય છે.
  • ISD ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરનું ફરજિયાત રજિસ્ટ્રેશન.
    તાજેતરમાં થયેલા ફેરફાર મુજબ જે કરદાતાઓ એક કરતાં વધુ રાજ્યમાં જીએસટી નંબર ધરવતા હોય તેવા તમામ કરદાતાઓને 01 એપ્રિલ 2025 થી ISD રજિસ્ટ્રેશન લેવું અનિવાર્ય છે. ફાઇનાન્સ બિલ 2025 માં સૂચિત કરેલા સુધારા ને સંદર્ભે જો કોઈ પણ હેડ ઓફિસ અથવા તો બ્રાન્ચ ઓફિસ કોમન સર્વિસીસ એટલેકે સેવા ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરે છે તો તેમને ISD તરીકે રેજિસ્ટર થવું CGST ની કલમ 24 અંતર્ગત ફરજીયાત બનશે. જેમાં CGST ની કલમ 9 ની પેટા કલામ 3 તથા 4 માં દર્શાવેલ રિવર્સ ચાર્જ એટલે કે RCM અંતર્ગત કોમન સેવાઓ ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવા કારદાતાઓએ વહેલી તકે ISD રજિસ્ટ્રેશન લઈ લેવું અનિવાર્ય છે.

ઉપરની જવાબદારી માર્ચ મહિનામાં કરદાતા દ્વારા પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.

(લેખક ટેક્સ એડવોકેટ તરીકે અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરે છે. તેઓ ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો. ના કારોબારી સભ્ય છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!