DSC પ્રાઇમરી લીગ-2 જીતતી DSC પબ્લિક સ્કૂલ

Spread the love
Reading Time: < 1 minute

તા :- 09.01.2019 ઉના,   દરવર્ષે ઉના તાલુકા ની પ્રાથમિક સ્કૂલો વચ્ચે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેંટ DPL-2  નું આયોજન DSC પબ્લિક સ્કૂલ દ્વારા કરવામાં આવતું હોય છે. આ વર્ષે આ ટુર્નામેંટ 1 થી 9 જાન્યુઆરી દરમ્યાન રમાય હતી. આ ટુર્નામેંટ માં ઉના ની 10 સ્કૂલો એ ભાગ લીધો હતો. આ ટુર્નામેંટ ના ફાઇનલ માં આજે DSC પબ્લિક સ્કૂલ નો મુકાબલો SAINT JOSEPH સ્કૂલ સાથે  હતો. છેલ્લી ઓવર સુધી ચાલેલા આ રોમાંચક મુકાબલા માં DSC પબ્લિક સ્કૂલ એ SAINT JOSEPH સ્કૂલ ને 9 રન થી હરાવી DSC પ્રાઇમરી લીગ-2 ( DPL) જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે SAINT JOSEPH સ્કૂલ DPL 1 વિજેતા ટિમ હતી . DSC એ પ્રથમ બેટિંગ કરી પોતાની નિર્ધારિત 12 ઓવર માં  114 રન 6 વિકેટ ની નુકસાની થી બનાવ્યા હતા. તેના જવાબ માં SAINT JOSEPH સ્કૂલે 12 ઓવર માં  7 વિકેટ ખોઈ ને 104 રન બનાવી શકી હતી. DSC પબ્લિક સ્કૂલ નો 9 રને રોમાંચક વિજય થયો હતો. આ મેચ માં મેન ઓફ ધ મેચ નો એવોર્ડ મનન છગ ને 57 રન બનાવવા તથા 1 વિકેટ લેવા બદલ આપવામાં આવેલ હતો. શિવમ છગ ને ટુર્નામેંટ નો બેસ્ટ બેટ્સમેન નો એવોર્ડ , ખીરૈયા રિધમ ને બેસ્ટ બોલર નો એવોર્ડ તથા SAINT JOSEPH સ્કૂલ ના કહાન ને મેન ઓફ ધ સીરિસ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો . DSC પબ્લિક સ્કૂલ મેનેજમેંટ દ્વારા તમામ શાળાઑ નો આ ટુર્નામેંટ માં ભાગ લેવા બદલ આભાર માનવમાં આવ્યો હતો. ફાઇનલ મેચ નિહાળવા ખાસ પુરોહિત સાહેબ , SAINT JOSEPH સ્કૂલ ના નીલું સર , રોની સર , નીના મેડમ , ડિવાઇન સ્કૂલ ના ધીરુભાઈ સુહાગીયા તથા વિનયભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!
18108