ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ડિસેમ્બર 2024 થી 15 જાન્યુઆરી સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

સર્ક્યુલર 21/2024, તા 31 ડિસેમ્બર 2024 ના રોજ બહાર પાડી, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો સૂચવવામાં આવ્યો:

તા. 31.12.2024: નાણાકીય વર્ષ 2023-24 ના બિલેટેડ રિટર્ન અને રિવાઈઝ રિટર્ન ભરવાનું મુદત 31 ડિસેમ્બર 2024 હતી. આ મુદતમાં વધારો કરી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આ મુદત 15 જાન્યુઆરી 2025 કરી આપવામાં આવી છે. જો કે આ મુદતનો વધારો માત્ર રહીશ વ્યક્તિગત કરદાતા માટે જ કરવામાં આવ્યો છે. HUF, ભાગીદારી પેઢી, કંપની વગેરેને આ વધારો લાગુ પડશે નહીં. હવે રહીશ વ્યક્તિગત કરદાતાઓ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર 2024 ના સ્થાને 15 જાન્યુઆરી 2025 સુધી ભરી શકશે. આ વધારો બોમ્બે હાઇકોર્ટના આદેશના કારણે થયો હોય તેવું માની શકાય. ઉલ્લેખનિય છે કે ટેક્સ પ્રોફેશનલ્સના એસોસીએશન દ્વારા મુંબઈ હાઇકોર્ટમાં આ બાબતે દાદ માંગવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા અંતરીમ આદેશ કરતાં ઇન્કમ ટેક્સ રિટર્ન બહરવની મુદતમાં 15 જાન્યુઆરી સુધી વધારો કરવા જણાવવામાં આવ્યું હતું. આ કેસની સાંગ્જ્ઞાન લઈ ઇન્કમ ટેક્સનું નિયમ કરતી સંસ્થા સેંટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે. આ કસેનું હવે પછીની સુનાવણી 09 જાન્યુયારીએ થનાર છે. શેર બજારની આવકના કારણે ઘણા લોકોને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા નોટિસ આપી ટેક્સની માંગણી કરવામાં આવી છે. આ તમામ કરદાતાઓની નજર આ કેસ ઉપર સતત રહેશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!