ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 15 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

31 જુલાઇ એ ભરવાં પાત્ર રિર્ટનની મુદત 15 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી

તા. 27.05.2025: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ કરાવવાની જવાબદારી ના હોય તેવા કરદાતાઑ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદ્દત જેતે નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછીની 31 જુલાઇ રહેતી હોય છે. નાણાકીય વર્ષ 2024-25 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આ કરદાતાઓ માટે મુદતમાં વધારો કરી રિટર્ન ભરવાનો સમય 15 સપ્ટેમ્બર 2025 સુધી કરી આપવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ હેઠળ TDS ના રિટર્ન ની ક્રેડિટ ફોર્મ 26AS માં 31 મે પછી જ દેખાતી હોય છે. ઇન્કમ ટેક્સની રિટર્ન ફાઇલિંગની યુટિલિટી પણ થોડા દિવસ પહેલા જ ઘણા બધા સુધારા સાથે બહાર પાડવામાં આવી છે. આ બાબતો ધ્યાને લઈ ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેંટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા 27 મે ના રોજ  પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી આ મુદત વધારી આપવા અંગે જાહેરાત કરી આપી છે. CBDT દ્વારા પ્રેસ રીલીઝ માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વધારા ના કારણે કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં પૂરો સમય મળી રહે તે માટે આ વધારો કરવામાં આવ્યો છે. CBDT દ્વારા ખૂબ સમયસર જાહેર કરવામાં આવેલ આ વધારાને કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ તરફથી સકારાત્મક આવકાર મળશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!