E-Way Bill અને E-Invoice System માં Multi Factor Authentication બાબતે આવેલ એડવાઇઝરી ની સરળ ભાષામાં સમજુતી.

Spread the love
Reading Time: < 1 minute

 

 

-By Prashant Makwana, Tax Consultant

Multi-Factor Authentication અથવા 2-Factor Authentication ઘણા સમયથી E-Way Bill અને E-Invoice System માં છે જ. 01/04/2025 થી બધા ટેક્ષ પેયર ને 2-Factor Authentication લાગુ થવા જય રહ્યું છે ત્યારે આ બાબતે આવેલ એડવાઈઝરી ની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • 2-Factor Authentication અથવા Multi-Factor Authentication
  • E-Way Bill અને E-Invoice System માં લોગીન આપણે ID/PW થી કરી છી તે 1 પ્રકારનું Authentication થયું. બેંક ની વેબસાઈટ અથવા બીજી ઘણી બધી વેબસાઈટ માં આપણે જોવી છી કે ID/PW ની સાથે OTP (One Time Password) પણ એન્ટર કરવો પડે છે. OTP એન્ટર કરીએ તે બીજા પ્રકારનું Authentication થયું કહેવાય આમ ID/PW અને OTP થી લોગીન કરી તે 2-Factor Authentication કહેવાય.
  • 100 કરોડ થી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતા માટે 2-Factor Authentication 20th Aug-2023 થી ફરજીયાત છે.
  • 20 કરોડ થી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતા માટે 1st January-2025 થી 2-Factor Authentication ફરજીયાત છે.
  • 5 કરોડ થી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતા માટે 1st February-2025 થી E-Way Bill અને E-Invoice System માં 2-Factor Authentication ફરજીયાત થશે.
  • 1st April-2025 થી બધા જ ટેક્ષ પેયર માટે 2-Factor Authentication E-Way Bill અને E-Invoice ની વેબ સાઈટમાં ફરજીયાત થશે.
  • 1st February-2025 થી 5 કરોડ થી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતા અને 1st April-2025 થી બધાજ કરદાતા માટે 2-Factor Authentication ફરજીયાત થવા જય રહ્યું છે. ત્યારે બધા જ કરદાતા એ GST પોર્ટલ પર પોતાના મોબાઈલ નંબર અને E-mail ID અપડેટ કરી દેવા હિતાવહ છે.
error: Content is protected !!