ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાતની ચૂટણી માટે ખાસ સાધારણ સભા યોજાઇ: અનિલભાઈ ટીંબાડિયાંની પ્રમુખ પડે થઈ વરણી
તા. 21.12.2024: ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત, અમદાવાદ ની હોટલ અર્ટિલા ઈન ખાતે તા 20-12-2024 ના રોજ વર્ષ 2025-2026 ની કારોબારી માટે ઇજીએમ સભા યોજાઈ જેમાં આઈપીપી પદે જયદીપ પટેલ, પ્રમુખ પદે અનિલભાઈ ટીંબડીયા ,ઉપ પ્રમુખ બિંદેશ શાહ, મંત્રી દીપ પરીખ, સહ મંત્રી ગૌરાંગ વ્યાસ, ટ્રેઝરર અમિત સોની, કારોબારી સભ્યો માં અનિલ પરીખ, વસંત પટેલ, પિનાકીન પટેલ, ઉત્સવ પટેલ, મુકેશ વાટલિયા, પ્રિતેશ ગાંધી હિતેશ નિમાવત સૌ ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ નિમણૂંક બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ઈલેકશન રૂલ્સ પ્રમાણે ચૂટણી કરવામાં આવી હતી. ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત એ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્ય છે અને ગુજરાતના ટેક્સ એડવોકેટનું સૌથી મોટું એસોસીએશન છે. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે