G.S.T. પોર્ટલ પર “શિડ્યુલડ ડાઉન ટાઈમ”!!! શું રિટર્ન ભરવાના છેલ્લે દિવસે આ ડાઉન ટાઈમ “શિડ્યુલ” કરવો જોઈએ????
20.04.2019: ઉના: માર્ચ 2019 ના GSTR 3B ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. 2017-18 ની કોઈ ક્રેડિટ લેવાની રહી ગઈ હોય, કોઈ ફેરફારો કરવાના હોય તો આ ફેરફારો માર્ચ મહિના ના 3B રિટર્ન ની છેલ્લી તારીખ એટલેકે 20 એપ્રિલ સુધીમાં કરવાના રહે છે. જ્યારે 20 એપ્રિલ ની તારીખ ખૂબ મહત્વની રહેશે, પોર્ટલ ઉપર ખૂબ ભારણ રહેશે એ સર્વમાન્ય હકીકત છે તેવા સમયે જી.એસ.ટી. પોર્ટલ ઉપર “શિડ્યુલ્ડ ડાઉન ટાઈમ” રાખવામા આવ્યો છે!! પોર્ટલ ઉપર જણાવવામાં આવ્યું છે કે વધારા ની સેવા લાવવા માટે સાઇટ અમુક સમય બંધ રાખવામા આવેલ છે. પણ શું આ સુવિધા વધારો કરવા 20 એપ્રિલ ની તારીખ નક્કી (શિડ્યુલ) કરવી યોગ્ય ગણાઈ??? આવી મહત્વની તારીખ ડાઉન ટાઈમ માટે શિડ્યુલ ભવિષ્ય માં ના કરવામાં આવે તેવી લાગણી કરદાતાઓ માં ઉઠી છે. આ ઉપરાંત સતત સારવાર ના પ્રોબ્લેમ પડી રહ્યા ના અહેવાલો મળી રહ્યા છે ત્યારે માર્ચ 2019 ના 3B ની છેલ્લી તારીખ વધારવી જોઈએ તેવી માંગણી કરદાતાઓ માં ઉઠી રહી છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે