વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર!!! નહીં થાય ઈન્પુટ ક્રેડિટ લેવાનું “કૉલમ બ્લોક”

Spread the love
Reading Time: < 1 minute

GSTIN દ્વારા GST પોર્ટલ ઉપર એડવાઈસરી બહાર પાડી કરવામાં આવ્યો રાહતકારક ખુલાસો

તા.19.05.2025: વેચનાર દ્વારા આપવામાં આવેલ વેચાણની વિગતો ઉપરથી ખરીદનારની GSTR 2B ની વિગતો જનરેટ થતી હોય છે. આ વિગતો ઉપરથી ખરીદનાર વેપારીના GSTR 3B ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટની વિગતો “ઓટો પોપ્યુલેટ” થતી હોય છે. આ “ઓટો પોપ્યુલેટ” થયેલ વિગતોમાં હાલ ખરીદનાર કરદાતા સુધારા કરી શકે છે. અગાઉ 11 એપ્રિલના રોજ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી કે એપ્રિલ 2025 ના GSTR 3B રિટર્નથી આ “ઓટો પોપ્યુલેટ” થયેલ વિગતોમાં કરદાતાને સુધારો કરવા આપવામાં આવશે નહીં. આ અંગે વેપારી આલમમાં તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં વ્યાપક વિરોધ પણ થયેલ હતો. આ બાબતે ખુલાસો કરતી એડવાઈસરી GSTIN દ્વારા 16 મે ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ એડવાઈસરી મુજબ હાલ કરદાતા આ “ઓટો પોપ્યુલેટ” થતી રકમમાં સુધારો કરી શકશે.  એડવાઈસરી માં જણાવ્યા પ્રમાણે “ઓટો પોપ્યુલેટ” રકમ બ્લોક કરવાનો નિર્ણય હાલ મુલત્વી રાખવામા આવેલ છે. આ “ઓટો પોપ્યુલેટ” થતી કૉલમમાં કોઈ સુધારો કરવાની સગવડ ક્યારથી બ્લોક કરવામાં આવશે તે અંગે ભવિષ્યમાં અલગ સૂચના બહાર પાડવામાં આવશે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસા સાથે વેપાર જગતમાં તથા ટેક્સ પ્રોફેશનલ્સએ રાહતનો શ્વાસ લીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!