GST કાઉન્સિલ ની આગામી બેઠક 10 જાન્યુવારીએ, શુ ફરી ચીજ-વસ્તુ ના દર ઘટશે?
ઉના, તા:03.01.19, આધારભૂત સૂત્રો ની માહિતી પ્રમાણે GST કાઉન્સિલ ની 32 મી બેઠક નવી દિલ્હી ખાતે 10 જાન્યુવારી ના રોજ યોજાનાર છે. લોકસભા ચૂંટણી નું આ વર્ષ હોઈ, ગત 22 ડિસેમ્બર ની બેઠક ની જેમ આ બેઠક માં પણ જાહેર જનતા ઉપર ના કર નો બોજો ઓછો કરવા અમુક ચીજવસ્તુ પર ના GST દર માં ઘટાડો કરવા સૂચનો થઈ શકે તેમ છે. મળતી માહિતી મુજબ, સિમેન્ટ પર વેરાનો દર ઘટાડી 18% કરવા અંગે તથા બાંધકામ હેઠળ ની રહેણાંકી મિલ્કત માટે ના વેરાના દર ને 12% તથા 18% થી ઘટાડી 5% કરવા વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે. નાના અને મધ્યમ વેપારીઓ (MSME) માટે GST નોંધણી અંગે ની ટર્નઓવર મર્યાદા વધારવા પણ આ બેઠક માં ચર્ચા થાય તેવા સંકેતો છે. નાના સેવા આપતા કરદાતાઓ ને પણ કંપોઝિશન નો લાભ મળે તે અંગે ખાસ ચર્ચા આ બેઠક માં થશે તેવા અહેવાલો છે. લોકસભા ચૂંટણી નું આ વર્ષ હોઈ, ચૂંટણી લક્ષી જાહેરાતો કરવા તમામ પક્ષો બેતાબ રહેશે. પણ સાથો સાથ કાઉન્સિલ દ્વારા એ બાબત પણ જોવાની રહેશે કે હાલ ના દરો એ પણ GST કલેક્શન પોતાના નિર્ધારિત લક્ષ્યાંક કરતા પાછળ ચાલી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે