GST ધરાવતા નાના તથા માધ્યમ કદ ના ધંધાર્થી (MSME) ઓ માટે “વન ટાઈમ લૉન રી સ્ટ્રક્ચરિંગ” માટે RBI ની ખાસ યોજના!!!
ઉના, તા: 03.01.19; RBI દ્વારા એક પ્રેસ વિજ્ઞાપ્તિ બહાર પાડી ને જાહેર કરવામાં આવ્યું છે કે 25 કરોડ સુધી ની નાના તથા માધ્યમ કદ ના ધંધાર્થી ઓ ની લૉન જે 1.1.19 ના રોજ NPA ના થઇ હોય પણ “સ્ટાન્ડર્ડ” હોઈ તેવા કિસ્સા માં બેંકો ધંધાર્થી ઓ ના હિત માં લૉન એક વાર રિસ્ટ્રક્ચર કરી શકશે. આમ કરવાથી ધંધાર્થી ઉપર ટોળાતો NPA બનવાનો ખતરો આ સાથે ટાળી શકશે. દરેક બેંકો ને તથા NBFC ને RBI દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ રિસ્ટ્રક્ચરિંગ ની પ્રોસેસ બોર્ડ ના ઠરાવ બાદ પણ મોડમાં મોડી 31 માર્ચ 2020 સુધીમાં કરી નાખવાની રહેશે.
MSME ક્ષેત્ર ને નોટબંધી તથા GST થી ખૂબ નુકસાન થયું હોવાના અહેવાલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માં સતત આવતા રહ્યા છે. એવું મનાય રહ્યું છે કે નાના તથા માધ્યમ ધંધાર્થી ને ખુશ કરવા આ જાહેરાત કરવામાં આવેલ છે. પણ એક વાત ચોક્કસ છે કે NPA થવા ની નજીક હોઈ તેવી “સ્ટ્રેસડ” લૉન ને રેગ્યુલર કરવા લૉન ધારક તથા બેન્ક બંને માટે આ યોજના ફાયદાકારક નીવડશે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે