GST માં પડતી મુશ્કેલીઓ સબબ જુનાગઢ ના સાંસદ ને નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ તથા ટેક્સ એડવાઈસર્સ એશો. જુનાગઢ દ્વારા આવેદન પાઠવા માં આવ્યું:

Spread the love
Reading Time: < 1 minute

તા: 17.11.2018: તા. ૧૭-૧૧-૨૦૧૮ ના રોજ ભારતભર માં ફેલાયેલી નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશ્ન્લસ તથા ટેક્સ એડવાઈસર એશો. જુનાગઢ દ્વારા GST માં વેપારીઓ તથા ટેક્સ પ્રેકટીશ્નર ને પડતી મુશ્કેલીઓ નું નિવારણ કરવા જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ને આવેદન આપવામાં  આવેલ છે.

નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશ્ન્લસ ના જિલ્લા  કોરડીનેટર રજનીકાન્ત કાલરિયા તથા ટેક્સ એડવાઈસર એશો. જુનાગઢ ના અન્ય આગેવાનો કલ્પેશ રૂપારેલિયા, હેમાંગ શાહ ,  રાજેન્દ્ર ઉદાણી વી. ઉપસ્થિત રહી  આ આવેદન પત્ર  આપવામાં આવ્યું હતું. આ આવેદન માં માનનીય સાંસદ મારફત જી.એસ.ટી. કાઉન્સીલ ને રજૂઆત કરવામાં આવી છે કે જી.એસ.ટી. વેબ સાઇટ માં રહેલી ત્રુટિઑ સત્વરે દૂર કરવામાં આવે. આ ઉપરાંત જેમ ગુજરાત વેટ માં એડવોકેટ્સ તથા વેટ પ્રેકટીશ્નર ને ઓડિટ કરવા ની સત્તા આપવામાં આવેલ હતી તેવીજ સત્તા જી.એસ.ટી. કાયદા માં પણ આપવામાં આવે. પ્રેસ રીપોર્ટે:ર: પ્રતિક મિશ્રાણી, ટેક્સ ટુડે ( Tax Advocate – Junagadh )

error: Content is protected !!
18108