GST રિટર્ન બાકી હશે તો નહીં બને ઇ વે બિલ
Reading Time: < 1 minute
ઉના, તા. 10.01.19: GST રિટર્ન ભરવામાં અનેક ધંધાર્થીઓ ચૂક કરતા હોય છે. આવા ચૂક કરતા ધંધાર્થીઓ માટે એક ખરાબ સમાચાર છે. GSTN દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે વેચનાર કે ખરીદનાર ના 2 કે તેથી વધુ GST રિટર્ન બાકી હશે તેમના GST નમ્બર ઉપર ઇ વે બિલ જનરેટ થઈ શકશે નહીં. ટેક્સ ટુડે ને આ અંગે અધિકારીક પરિપત્ર મળેલ નથી તથા ઇ વે બિલ કે GST ની સાઈટ ઉપર કોઈ વિગત મળેલ નથી પણ વિવિધ મીડિયા અહેવાલો ઉપર થી આ વિગતો જાણવા મળેલ છે. જે વેપારીઓ ના જુના 3B બાકી છે તેમના માટે ખાસ આ બાબત ધ્યાને રાખવા જેવી છે અને બાકી રિટર્ન આવા વેપારીઓ જલ્દી ભરી આપે તે ખાસ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે