GST હેઠળ કાઉન્સીલ ની મિટિંગ માં જાહેર કરાયેલ માલ તથા સેવા ના દર ઘટાડા બાબતે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા:
ઉના, તા: 01.01.2019: 22 ડિસેમ્બર ના રોજ મળેલ GST કાઉન્સીલ ની મિટિંગ માં અમુક માલ તથા સેવાઓ પર વેરનો દર ઘટાડવા જાહેરાતો કરવામાં આવેલ હતી. આ દર ઘટાડા ની જાહેરાતો નો અમલ ત્યારેજ થાય જો આ અંગે ના જાહેરનામા સરકાર દ્વારા બહાર પાડવામાં આવે. તારીખ 31.12.2018 ના રોજ આ અંગે ના જાહેરનામાઑ બહાર પાડવામાં આવ્યા છે. આ જાહેરનામા આપ સાથે આપેલ લિન્ક ઉપર થી જોઈ શકશો. ટેક્સ ટુડે GST કાઉન્સીલ ની સમય સૂચકતા બદલ તેમને ખાસ અભિનંદન પાઠવે છે. ઉપરાંત આ પ્રકાર ના વેરા ના દર ના ફેરફાર 01 જાન્યુવારી જેવી તારીખ થી લાવવા અંગે ની દૂરંદેશી બાબતે પણ ખાસ સરકાર નો આભાર મને છે. ભૂતકાળ માં અનેક વાર એવો અનુભવ રહ્યો છે કે આ પ્રકાર ના વેરા ના દર ના ફેરફારો ગમે તે તારીખે મહિના ના કોઈ પણ દિવસે જાહેર કરી આપવામાં આવે છે જેના કારણે વેપારીઓ, કર વ્યવસાયિકો તથા અધિકારીઓએ માટે ખૂબ મુશ્કેલી નો સામનો કરવાનો રહેતો હોય છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે
http://www.cbic.gov.in/htdocs-cbec/gst/central-tax-rate-notfns-2017