GST હેઠળ ની મહત્વ ની બાબતો ની સર્ક્યુલર દ્વારા સ્પષ્ટતા: સર્ક્યુલર ક્રમાંક: 76/50/2018-GST અંગે સાદી ભાષા માં સમજ: By ભવ્ય પોપટ

Spread the love
Reading Time: 2 minutes

તા: 1.1.19, ઉના: વિવિધ એશોશીએશન દ્વારા સરકાર ને વિવિધ બાબતો-પ્રશ્નો પર રાજુઆતો કરવામાં આવતી હોય છે. આ પ્રશ્નો ઉપર સરકાર પરીપત્રો દ્વારા પોતાનો જે-તે બાબત પર નો અભિગમ સ્પષ્ટ કરતી હોય છે. આ પ્રકાર ના ખૂબ મહત્વ ના પરીપત્રો ક્રમાંક 76 થી 79, તા: 31 ડિસેમ્બર 2018 ના રોજ બહાર પડી મહત્વ ના પ્રશ્નો ના ખુલાસા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સાદી સમજ નીચે આપવા નો પ્રયાસ કર્યો છે.

સરકારી કચેરીઓ, નગર પાલિકા વી. જ્યારે પોતાનો વપરાયેલ માલ જેમ કે ગાડી, ભંગાર, ફર્નિચર વી. નું વેચાણ GST હેઠળ નોંધાયેલ વ્યક્તિ ને કરે ત્યારે આવા નોંધાયેલ વ્યક્તિ જાહેરનામા ક્રમાંક 36/2017 હેઠળ “રિવર્સ ચાર્જ” મુજબ વેરો ભરવા જવાબદાર છે.

        પરંતુ સરકારી કચેરીઓ, નગર પાલિકા વી. જ્યારે પોતાનો વપરાયેલ માલ GST હેઠળ બિન નોંધાયેલ વ્યક્તિ ને કરે ત્યારે તેઓની આ વ્યવહાર અંગે વેરો ભરવા ની જવાબદારી આવે. આવા સંજોગો માં કલમ 22 તથા 24 ને આધીન જે તે સરકારી કચેરીઓ, નગર પાલિકા વી. એ નોંધણી નંબર મેળવી લેવાનો રહે.

  • એક મહત્વ નો પ્રશ્ન સરકાર સમક્ષ એ કરવામાં આવ્યો હતો કે CGST કાયદા ની કલમ 73(11) હેઠળ ની પેનલ્ટી શું મોડા ભરવામાં આવતા 3B માં દર્શાવેલ ટેક્સ ઉપર પણ લેવાની રહેશે? આ અંગે ખૂબ રાહતકારક ખુલાસો કરતાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 3B માં દર્શાવવા માં આવતો કોઈ ટેક્સ જો વિલંબ થી ભરવામાં આવે તો કલમ 73(11) નો દંડ કરવામાં આવશે નહીં. આ આવા કિસ્સા માં યોગ્ય જણાય ત્યાં કલમ 125 હેઠળ પેનલ્ટી વસૂલી શકશે.
  • અમુક કિસ્સાઓ માં GST પહેલા ના વ્યવહારો માટે GST ના અમલ બાદ માલ કે સેવા ના ભાવ માં ફેરફાર ના કારણે અમુક ક્રેડિટ તથા ડેબિટ નોટ, CGST કાયદા ની કલમ 142 હેઠળ આપી શકાય છે. આવા કિસ્સાઓ માં ક્રેડિટ-ડેબિટ નોટ આપનાર વ્યક્તિ એ વેરનો દર GST પહેલા નો ગણવાનો રહે કે GST ના દર ધ્યાને લેવાના રહે આ બાબતે અનેક પ્રશ્નો હતા. આ અંગે સરકારે ખુલાસો કરતાં જાહેર કર્યું છે કે આવા કિસ્સાઓ માં GST ના અમલ બાદ ના વેરા ના દર મુજબ ક્રેડિટ તથા ડેબિટ નોટ આપવાની રહેશે.
  • સરકાર દ્વારા એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે CGST કાયદા ની કલમ 51 હેઠળ TDS કરવા ની જવાબદારી માત્ર સરકારી એકમો ની રહેશે. એવી સરકારી કંપનીઓ કે જેમાં 51% થી વધુ ઇક્વિટી હિસ્સેદારી સરકાર ની હોય તેવી જ કંપનીઓ ને માત્ર GST હેઠળ TDS ની જોગવાઇઓ લાગુ પડશે.
  • ઇન્કમ ટેક્સ હેઠળ ના TCS સાથે માલ ની કિમત ગણી તેના ઉપર GST લાગે કે TCS સિવાય ની રકમ ને માલ ની કિમત ગણી તેના ઉપર GST લગાડવાનો રહે આ બાબતે પણ અનેક પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ થયા. આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે CGST કાયદા ની કલમ 15(2) હેઠળ CGST, SGST, UTGST તથા IGST સિવાય ના તમામ વેરા ની રકમ નો સમાવેશ માલ ની કિમત માં કરવામાં આવશે. આમ, જે માલ કે સેવાઓ ઉપર ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નો TCS લગાડવામાં આવતો હોય તેવા કિસ્સાઓ માં GST કાયદા હેઠળ માલ ની કિમત માં ઇન્કમ ટેક્સ TCS નો સમાવેશ કરવાનો રહેશે. તે TCS ની રકમ ઉપર પણ GST ભરવા જવાબદારી આવશે.
  • માલ ની હેરફેર દરમ્યાન ના કિસ્સાઓ માં માલ ની માલિકી કોની ગણાઈ તે બાબતે ના પ્રશ્નો સરકાર ને કરવામાં આવ્યા હતા. આ અંગે સરકારે જાહેર કર્યું છે કે;

જે કિસ્સાઓ માં માલ ની હેરફેર સાથે બિલ હોય તેવા કિસ્સાઓ માં માલ ની માલિકી વેચનાર ની અથવા ખરીદનાર નીજ ગણાશે.

જે કિસ્સાઓ માં બિલ માલ ની હેરફેર સાથે ના હોય તેવા કિસ્સાઓ માં માલ ની માલિકી જે તે અધિકારી એ પોતાની મુનસફી ઉપર નક્કી કરવાની રહેશે. અન્ય સર્ક્યુલર અંગે ની સાદી ભાષા માં સમાજ ટૂંક સમય માં લેખ દ્વારા પ્રકાશિત કરીશ.

error: Content is protected !!