GST હેઠળ 4th ફેબ્રુવારી 2019 સુધીમાં અધધ 4172 કરોડ રૂ ની લેઈટ ફી વેપારીઓ પાસે ખંખેરી લેવાઈ!!!
ઉના, 13 ફેબ્રુવારી 2019;
રાજ્ય કક્ષા ના નાણાં મંત્રી શિવ પ્રસાદ શુકલા એ લોકસભા ના એક પ્રશ્ન ના જવાબ માં લેખિતમાં જણાવ્યું છે કે 4થી ફેબ્રુવારી સુધીમાં GST હેઠળ 4172.44 કરોડ રૂ ની લેઈટ ફી વસુલ કરવામાં આવેલ છે. GST કાયદો નવો હોઈ સરકારને કાયદા ની અમલવારી માં ખાસ્સી એવી મુશ્કેલી પડી હતી. GST ની વેબ સાઇટ બાબતે અનેક મુશ્કેલીઓ નો સામનો સરકાર તથા વેપારીઓ એ કર્યો હતો. GST માર્ગદર્શક ની ભૂમિકા ભજવતી GST કાઉન્સિલ દ્વારા 22 ડિસેમ્બર ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું કે 22 ડિસેમ્બર થી 31 માર્ચ સુધી જે વેપારીઓ જુલાઈ 17 થી સપ્ટેમ્બર 18 સુધી ના રિટર્ન ભરશે તેમની તમામ લેઈટ ફી માફ કરી આપવામાં આવશે. આ સમયે પ્રશ્ન એ થાય કે જે વેપારીઓ એ 22 ડિસેમ્બર પછી, ઓક્ટોબર 17 ના પત્રકો ના ભર્યા એમનો સંપૂર્ણ દંડ માફ કરી દેવાયો પરંતુ જેમણે 21 ડિસેમ્બર કે તેના પહેલા આજ પત્રકો ભર્યા તેમને પત્રક દીઠ 10000/- સુધી ની લેઈટ ફી ભરવાનો વારો આવ્યો!!! આ જોઈ ને ઘણી વાર વેપારીઓ પાસે થી સાંભળવા મળતું હોય છે કે ટેક્સ ના કાયદા હેઠળ રેગ્યુલર રહેવા વાળા જ વધુ દંડાય છે!!! આ વાત તે અંગે જવલન્ત ઉદાહરણ છે…..
હું અંગત રીતે એવું મનુ છું કે જૂની લેઈટ ફી પણ સરકાર વેપારીઓ ને પરત કરશે જ. આ અંગે ની જાહેરાત જલ્દી થઈ જાય તો સારું છે. ટૂંક સમય માં અચરસહિતા લાગુ થશે. ત્યારબાદ આ ઘોષણા કરી શકાશે નહીં. 22 ફેબ્રુવારી ના રોજ GST કાઉન્સિલ ની મિટિંગ છે. આ જાહેરાત આ મિટિંગ માં થશે તેવી આશા રાખી રહ્યા છે.
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે