GST સુધારા, વેપારીઓની ગૂંચવણ અને રિફંડ તથા નિકાસ અને સંબંધિત પ્રશ્નો

0
Spread the love
Reading Time: 3 minutes

તા. 10.10.2025: જી.એસ.ટી. 2.0 લાગુ થયો છે ત્યારથી ગ્રાહકો માટે તો સૌ સારા વાના થઈ રહ્યા છે તેવું કઈ શકાય. પરંતુ વેપારીઓ માટે તથા વેપારજગત માટે સૌ સારા વના થવાને હજુ વધુ સમય લાગશે તેવું જમીની પરિસ્થિતી જોઈ લાગી રહ્યું છે. યુ-ટ્યુબ ના વિવિધ વિડીયો હોય, વિવિધ અખબારોના આર્ટીકલ જોઈ-વાંચી વેપારીઑ અનેક દુવિધાઓ અનુભવી રહ્યા હોય તેવું જણાય રહ્યું છે. ફૂલછાબમાં પણ જી.એસ.ટી. 2.0 વિષે લેખ લખવામાં આવ્યા હતા. તાજેતરમાં અમુક મહત્વના ઇનવરટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર તથા  વિદેશ વેપાર સંબંધિત મુદ્દાઓ પર વાચકો તરફથી પ્રશ્નો મળ્યા હતા. સરકારની તાજેતરની સ્પષ્ટીકરણો, GST રિફંડ બાબતે ઘણી દ્વિધા પ્રવર્તી રહી છે. આજે આ લેખામાં આ મુદ્દાઓ બાબતે સ્પષ્ટતા કરવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

  1. Inverted Duty Refund (IDR) અંગે સરકારનું સ્પષ્ટીકરણ કેમ વિવાદાસ્પદ છે?

સરકાર દ્વારા 3 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા Q&A (પ્રશ્ન-ઉત્તર) નં.10માં જણાવાયું છે કે –

“Section 54(3) મુજબ ITCનું રિફંડ ત્યારે જ મળશે જ્યારે ઇનપુટ પરનો ટેક્સ દર આઉટપુટ સપ્લાય કરતાં વધારે હોય. પરંતુ જો ઇનપુટ અને આઉટપુટ એકજ હોય, તો ભલે દરો અલગ હોય, તેને રિફંડ માટે પાત્ર ગણાશે નહીં.

પરંતુ, **CGST Actની Section 54(3)**માં આવું કોઈ શબ્દ નથી કે ઇનપુટ અને આઉટપુટ એકજ ન હોવા જોઈએ. ત્યાં માત્ર એટલું જ લખ્યું છે કે ઇનપુટ પરનો દર આઉટપુટ કરતાં વધારે હોય ત્યારે રિફંડ મળશે.

અત્યારે વિવાદ એ છે કે સરકારની Q&A કાયદાની જોગવાઈ કરતાં ઉપરવટ જાય છે તેવું ફલિત થઈ રહ્યું છે. આ બાબતે લેખકનો કયદાકીય મત એવો છે કે ઇનવરટેડ ડ્યૂટી હેઠળ ક્રેડિટની રકમ પ્રમાણમા મોટી હોય તો રિફંડની અરજી ફાઇલ કરવાનું વિચરવું જોઈએ. આ અરજી જી.એસ.ટી. કાયદાની કલમ Section 54(3) હેઠળ ફાઇલ કરો. જો અધિકારીઓ Q&A નં.10ના આધારે રિફંડ નકારી કાઢે, તો કાનૂની પડકાર-અપીલ કરો. અમારો મત છે કે કાયદાની જોગવાઈ એ આ બાબતે વેપારી તરફે જ છે. માત્ર પ્રશ્ન જવાબ દ્વારા કાયદા દ્વારા આપવામાં આવેલ હક્ક છીનવી શકાય નહીં. જો કે લેખકનો અભિપ્રાય એવો છે કે આ FAQ માં આપવામાં આવેલ આ જવાબ સ્ટોકમાં રહેલ માલ પર જે ક્રેડિટ 22 સપ્ટેમ્બરના રોજ નવા દરો સુધારા પહેલા પડી રહેલ ક્રેડિટ (એક્યુમ્યુલેટેડ ક્રેડિટ) છે તે સંદર્ભે જ છે.આ જવાબ એ 22 સપ્ટેમ્બર પછી નવી ખરીદીના કારણે જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઊભી થશે તેના સંદર્ભે નથી.

  1. Advance Authorisation હેઠળ Third Party Export માટે EPCG જેવી જ પ્રક્રીયા છે?

EPCG સ્કીમમાં Handbook of Proceduresની **Para 5.10(d)**માં ત્રીજા પક્ષ દ્વારા નિકાસ કરવાની સ્પષ્ટ પ્રક્રીયા આપવામાં આવી છે.

Advance Authorisation હેઠળ મર્ચન્ટ એક્સપોર્ટરને શીપીંગ બિલ/ બિલ ઓફ એક્સપોર્ટમાં સપોર્ટિંગ મેન્યુફેક્ચરરનું નામ અને સરનામું લખવું જરૂરી છે. સાથે સાથે, એડવાન્સ ઓથોરાઇઝેશન નંબર અને તારીખ પણ ઉલ્લેખ કરવી ફરજિયાત છે તેવો લેખકનો મત છે. એડવાન્સ ઓથોરાઈઝેશન દ્વારા સરકાર દ્વારા મહત્વની અને મોટી રાહત ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરનાર કરદાતાને આપવામાં આવતી હોય છે. આ લાભ મેળવતા કરદાતાઓએ જે તે સમયે લાગુ એડવાન્સ ઓથોરાઈઝેશનની શરતોનું પૂર્ણ રીતે પાલન થાય છે તે જોવું ખાસ જરૂરી છે.

  1. CIP vs CIF – કયા વધુ સારાં?

અમુક વાચકોએ પૂછ્યું કે વિદેશી ખરીદદારો CIP (Carriage & Insurance Paid To) શરત કેમ માંગે છે, CIF (Cost, Insurance & Freight)ને બદલે?

  • CIF અને CFR/FOB જેવા ટર્મ્સ ફક્ત Sea Transport માટે બનાવાયેલા છે.
  • CIP તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ (ખાસ કરીને Air Consignment) માટે લાગુ પડે છે.
  • સૌથી મોટો ફરક Insurance Coverમાં છે.
    • CIFમાં માત્ર Institute Cargo Clauses (C) અથવા (B) જેવી મર્યાદિત કવરેજ હોય છે.
    • CIPમાં ડિફોલ્ટ કવરેજ Institute Cargo Clauses (All Risks) છે, એટલે વધારે સુરક્ષા.

આ કારણે CIP હેઠળ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ થોડો વધારે આવી શકે, પણ ખરીદદારોને વધુ સુરક્ષા મળે છે, આ કારણે સામાન્ય રીતે વધુ કંસર્વેટિવે ગ્રાહક CIP ની શરતોનો આગ્રહ કરે છે તેવો લેખકનો મત છે.

નિષ્કર્ષ

સરકારના GST રિફંડ અંગેના તાજેતરના સ્પષ્ટીકરણો વેપારીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. પરંતુ કાયદો (Section 54(3)) વેપારીઓના પક્ષમાં છે. હું વ્યક્તિગ્ત રીતે માનું છું કે આ FAQ ના ખુલાસાથી વેપારીઓએ ડરવાની જરૂર રહેતી નથી અને જ્યાં વાસ્તવિક રીતે Inverted Duty Refund (IDR) ના કારણે ક્રેડિટ જમા રહેતી હોય ત્યાં રિફંડ ચોક્કસ માંગવુ જોઈએ અને તે પણ સમયસર માંગવુ જોઈએ.

આજે આ “કૉલમ“ માં વાંચકોના પ્રશ્નો લેવા પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈ પણ લેખ કે કટારનો મુખ્ય હેતુ વાંચકોને ગમે તેવું અને ઉપયોગી વિગતો લખવાનો રહેતો હોય છે. તો આ બાબતે વાંચકોને ખાસ વિનંતી કે ઇન્કમ ટેક્સ કે જી.એસ.ટી. બાબતે કોઈ પ્રશ્નો આપના મનમાં હોય તો આપ ફૂલછાબ કાર્યાલય પર અથવા adv.bhavyapopat@gmail.com ઉપર મોકલી શકો છો. અમે આપના પ્રશ્નોના જવાબ આગામી કૉલમમાં લેવા પ્રયાસ જરૂર કરીશું.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 06.10.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!