જી.એસ.ટી. કાઉન્સિલની ઐતિહાસિક 56મી બેઠક: વેપાર જગત સાથે જન સામાન્યને ખુશ કરવાનો પ્રયાસ

The Union Minister for Finance and Corporate Affairs, Smt. Nirmala Sitharaman chairs the 56th meeting of the GST Council, in New Delhi on September 03, 2025.

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલ ભલામણો, જ્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવે ત્યારે જ બને અમલી

4 સપ્ટેમ્બર 2025 –
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં સુશમા સ્વરાજ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલી 56મી જી.એસ.ટી. કાઉન્સિલની બેઠકમાં સામાન્ય જનતા, મધ્યવર્ગ અને વેપારીઓને રાહત આપે એવા અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. આ બેઠકમાં માલ અને સેવાઓ ઉપરના જી.એસ.ટી. દરોમાં મોટા ફેરફારો, વેપારને સરળ બનાવવાના ઉપાયો અને જી.એસ.ટી. એપિલેટ ટ્રિબ્યુનલ (GSTAT) શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આ બેઠકના નિર્ણયને નીચે સરળ ભાષામાં સમજાવવા પ્રયાસ કરવામાં આવેલ છે. વાંચકોએ એ બાબત યાદ રાખવી જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ એ માત્ર સૂચનો આપતી કાઉન્સીલ છે. આ બાબતે અમલ કરવા કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા નોટિફિકેશન બહાર પાડવા જરૂરી છે. આ નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે તારીખ થીજ લાગુ પડે છે.


મુખ્ય નિર્ણયો

  1. માલ પર જી.એસ.ટી.માં ઘટાડો

    • દૂધ, પનીર, ઘી, ચીઝ, સૂકા મેવાં અને અનેક રોજબરોજની વસ્તુઓ ઉપર ટેક્સ 12% અથવા 5%માંથી ઘટાડી શૂન્ય (0%) અથવા 5% કરવામાં આવ્યો.

    • પિઝા બ્રેડ, ખાખરા, રોટલી જેવી વસ્તુઓ હવે કર મુક્ત રહેશે.

    • સોજા મિલ્ક ડ્રિંક્સ, પ્લાન્ટ-બેઝ્ડ મિલ્ક, ફળોના રસ આધારિત પીણાં ઉપર પણ દર ઘટાડાયો.

  2. સેવાઓ પર ફેરફાર

    • રેસ્ટોરન્ટ સેવાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી કે સ્ટેન્ડ-અલોન રેસ્ટોરન્ટ્સ 18% સાથે ITC (Input Tax Credit) નહીં લઈ શકે.

    • લોટરી અને ટિકિટોની મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારો.

  3. કાર્યાન્વયની તારીખો

    • નવા દરો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.

    • તમાકુ, ગૂટખા, પાન મસાલા જેવી વસ્તુઓ ઉપર જૂના દર જ ચાલુ રહેશે જ્યાં સુધી સેન્ટ્રલ કોમ્પેન્સેશન સેસનું લોન પૂરૂં નહીં થાય.


સામાન્ય વસ્તુઓ પર નવા જી.એસ.ટી. દર

વસ્તુ જૂનો દર નવો દર
UHT દૂધ 5% 0%
પનીર (પેકેજ્ડ) 5% 0%
ઘી/માખણ/ચીઝ 12% 5%
સૂકા મેવાં (બદામ, પિસ્તા, કાજુ) 12% 5%
ખજૂર, અંજીર, કેરી (સૂકા) 12% 5%
ખાખરા/રોટલી 5% 0%
પિઝા બ્રેડ 5% 0%
આઈસક્રીમ 18% 5%
નમકીન/ભુજિયા 12% 5%
ખાંડ 12% 5%

વાહન અને ઈંધણ પર ફેરફાર

વસ્તુ જૂનો દર નવો દર
કોલસો 5% 18%
સિમેન્ટ 28% 18%
નાની કાર (1200ccથી ઓછી) 28% 18%
મોટરસાઈકલ (350cc સુધી) 28% 18%
ટ્રેક્ટર અને તેના સ્પેર પાર્ટ્સ 18% 5%

જી.એસ.ટી. એપિલેટ ટ્રિબ્યુનલ (GSTAT)

કાઉન્સિલે નક્કી કર્યું કે સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં GSTAT શરૂ થશે અને ડિસેમ્બર 2025થી સુનાવણી શરૂ થશે. બેકલોગ અપિલ્સ માટે અંતિમ તારીખ 30 જૂન 2026 નક્કી કરવામાં આવી.


અર્થવ્યવસ્થા અને જનજીવન પર અસર

  • ખોરાકની ઘણી વસ્તુઓ સસ્તી બનશે, જેના કારણે સામાન્ય જનતાને સીધો લાભ મળશે.

  • સિમેન્ટ અને કોલસાની દરવૃદ્ધિને કારણે બાંધકામ ખર્ચ થોડો વધે તેવી શક્યતા.

  • વાહનો પર ટેક્સ ઘટાડો થવાથી કાર અને બાઈકની કિંમતો ઘટી શકે છે.

અર્થશશત્રીઓ માની રહ્યા છે કે આ ફેરફારોને કારણે બજારમાં મોંઘવારીમાં થોડો ઘટાડો થવાની અપેક્ષા છે અને વેપારીઓ માટે જી.એસ.ટી. રિફંડ પ્રક્રિયા વધુ સરળ બનશે. જો કે હજુ વેપાર જગત ઘણા વધારાના સરળીકરણની આશા સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!