જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મળી જશે 3 દિવસ માં!!! પણ કંડીશન એપ્લાઈડ**
સરકાર દ્વારા નાના વેપારીઓ માટે ‘સિમ્પ્લિફાઈડ GST રજિસ્ટ્રેશન સ્કીમ’ 01 નવેમ્બરથી અમલમાં મૂકવામાં આવી
નવેમ્બર 4, 2025 |
નાના કરદાતાઓને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે CGST નિયમો, 2017માં ઉમેરાયેલા રૂલ 14A અંતર્ગત Simplified GST Registration Scheme અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. GSTN પોર્ટલ પર તેના સંબંધિત તમામ ફીચર્સ આજથી સક્રિય કરી દેવામાં આવ્યા છે.
કોણ મેળવી શકે સ્કીમનો લાભ?
રૂલ 14A મુજબ, જે કરદાતા પોતાની માસિક આઉટપુટ ટેક્સ લાયબિલિટી રૂ. 2.5 લાખથી ઓછી હોવાની સ્વ-મૂલ્યાંકન કરે છે, તેઓ આ સ્કીમ હેઠળ GST રજિસ્ટ્રેશન મેળવી શકે છે. જો કે— એક જ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક જ PAN પર એક જ રૂલ 14A રજિસ્ટ્રેશન મેળવવાની જ મંજૂરી હશે.
GST પોર્ટલ પર નોંધણી દાખલાની અરજી બાબતે મહત્વના ફેરફારો
GSTNએ જણાવ્યું મુજબ:
-
FORM GST REG-01 ભરતી વખતે “Option for Registration under Rule 14A” માટે ‘Yes’ પસંદ કરવું ફરજિયાત રહેશે.
-
પ્રાઈમરી ઓથોરાઈઝ્ડ સાઇનેટરી અને ઓછામાં ઓછા એક પ્રોમોટર/પાર્ટનરનું આધાર પ્રમાણિકરણ જરૂરી રહેશે.
-
આધાર ઓથન્ટિકેશન સફળ થઈ જાય તો 3 કાર્યદિવસની અંદર રજિસ્ટ્રેશન ઇલેક્ટ્રોનિક રીતે મંજૂર થઈ જશે.
સ્કીમમાંથી બહાર નીકળવા માટેની શરતો
કોર પ્રાવધાનો મુજબ, જો કરદાતા આગામી સમયમાં સ્કીમમાંથી બહાર નિકળવા ઈચ્છે તો તેમને નીચેની શરતોનું પાલન કરવું પડશે:
-
રજિસ્ટ્રેશનની અસરકારક તારીખથી લઈને વિથડ્રૉલ એપ્લિકેશનની તારીખ સુધીના બધા બાકી રિટર્ન્સ ફાઈલ કરેલા હોવા જોઈએ.
-
વિથડ્રૉલ માટે:
-
1 એપ્રિલ 2026 પહેલાં અરજી કરવી હોય તો ઓછામાં ઓછા ત્રણ મહિનાના રિટર્ન્સ, અથવા
-
1 એપ્રિલ 2026 પછી અરજી કરવી હોય તો એક ટેક્સ પિરિયડનો રિટર્ન ભરેલો હોવો જોઈએ.
-
-
કોઈપણ રજિસ્ટ્રેશન એમેન્ડમેન્ટ અથવા કૅન્સલેશન સંબંધિત અરજી બાકી ન હોવી જોઈએ.
-
રૂલ 14A હેઠળની રજિસ્ટ્રેશન સામે સેક્શન 29 હેઠળની કાર્યવાહી શરૂ કે પેન્ડિંગ ન હોવી જોઈએ.
જી.એસ.ટી. હેઠળ ત્રણ દિવસમાં નોંધણી દાખલો આપવાની આ નવી પદ્ધતિ Ease of Doing Business તરફનો મહત્વનો નિર્ણય ગણી શકાય છે. આ નિર્ણયથી નાના વેપારીઓને નોંધણી દાખલો મેળવવા દરમ્યાન થતી તકલીફો દૂર થઈ શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ઘણા કરવેરા સલાહકારો આ પ્રકારે અરજી કરી ત્રણ દિવસની અંદર નોંધણી દાખલો મળી ગયો હોવાની વાતની પુષ્ટિ પણ કરી રહ્યા છે. જો કે અમુક જૂની અરજીઓ આ નવી પદ્ધતિના અમલવારીના કારણે મોદી થઈ હોવાની પણ ફરિયાદો મળી રહી છે. ત્વરિત નોંધણી દાખલો આપવા અંગેના આ નિર્ણયને કારણે નોંધણી દાખલો આપવાની કામગીરી માટે જવાબદાર અધિકારીઓની કામગીરીમાં મોટા પ્રમાણમા વધારો થયો હોવાની માહિતી મળી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
