GSTR 10 ની છેલ્લી તારીખ 31.12.18 પણ 17.12.18 થી લેઈટ ફી ચાલુ!!!

Spread the love
Reading Time: 2 minutes

ઉના: તા:17.12.2018: જી.એસ.ટી. કાયદો જ્યારથી અમલ માં આવ્યો છે, ત્યારથી એક એડ્વોકેટ તરીકે શિખેલા મૂળભૂત સિદ્ધાંતો બદલાઈ ગયેલા જોઈ રહ્યો છું. એડવોકેટ તરીકે હું એટુલું સમજતો હતો કે કાયદા ની સિસ્ટમ માં બંધારણ એ સૌથી સર્વોપરી કાયદો છે. ત્યાર બાદ જે તે કાયદો મહત્વનો બને છે. પછી તે કાયદા હેઠળ ના નિયમો તથા નોટિફિકેશન નું સ્થાન રહે છે. સામાન્ય રીતે જે તે કાયદા હેઠળ ની સિસ્ટમ તે કાયદા તથા નિયમો તથા નોટિફિકેશન પ્રમાણે બનાવવા માં આવતી હોય છે.

પરંતુ જ્યાર થી જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે મારા સમજણ પ્રમાણે આ ક્રમ તદ્દન ઊંધો થઈ ગયો છે. આ કાયદા હેઠળ જો સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો તે જી.એસ.ટી. સિસ્ટમ છે. આ સિસ્ટમ ને અમે સૌ પ્રેમ થી “પોર્ટલ” તરીકે ઓળખીએ છીએ!!! આ પોર્ટલ સૌથી સર્વોપરી છે. પછી આવે છે ક્રમ નોટિફિકેશન નો, ત્યાર બાદ નિયમો અને પછી કાયદો. હા અમુક વાર બંધારણ ની જોગવાઈ ઑ નું પાલન થતું જુવા મળે પણ છે(પણ એ પણ મૂળભૂત અધિકારો બાબતે નહીં હા, પ્રોસીજર બાબતે)!!!! 

અનેક વાર ઉપરોક્ત અનુભવ ટેક્સ પ્રેકટીશ્નર મિત્રોએ કરેલ છે. તેનું સૌથી તાજું ઉદાહરણ છે, GSTR 10 માં લગાવવામાં આવી રહેલી લેઇટ ફી!! નોટિફિકેશન 58/2018, તા. 26.10.2018 મુજબ જે નોંધાયેલ વ્યક્તિનો નોંધણી નંબર 30.09.2018 સુધી માં રદ્દ થયેલ છે તેમણે પોતાનું GSTR 10, 31 ડિસેમ્બર 2018 સુધીમાં ભરવાનું રહેશે. 16 તારીખ થી આ રિટર્ન ભરવામાં લેઈટ ફી શરૂ થઈ ગઈ છે. આનું કારણ એ છે કે “પોર્ટલ” ઉપર આ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15.12.2018 દર્શાવવા માં આવી રહી છે. 

જો કે આ પ્રકાર ની બાબતો ઉપર હવે જી.એસ.ટી. હેઠળ પ્રેક્ટિસ કરતાં વ્યક્તિ ઑ ને ખાસ આશ્ચર્ય નથી થતું . આ લોબી આ પ્રકાર ની બાબતો થી ટેવાઇ ગઇ છે.  પરંતુ GST પોર્ટલ આ બાબત ને ખાસ ગંભીરતા થી લે તે જરૂરી છે. ટેક્સ ટુડે ખાસ તમામ વેપારીઓ વતી આ બાબતે સરકાર, અધિકારીઓ તથા જી.એસ.ટી.એન. ને એક મહત્વનો પ્રશ્ન કરે છે કે જ્યારે એક વેપારી ને 200/- રૂ નું બિલ સંપૂર્ણ વિગતો સાથે બનાવવું જરૂરી છે તો 10000/- ની લેઈટ ફી જ્યારે લેવામાં આવે છે ત્યારે પણ શું કરવા પોર્ટલ ઉપર લેઈટ ફી ની ગણતરી ની વિગતો દર્શાવવામાં નથી આવતી. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

You may have missed

error: Content is protected !!