GSTR 9 માં 2A NIL દર્શાવે છે??? ગભરશો નહીં આ હોય શકે છે “ટેકનિકલ પ્રોબ્લેમ”!!!

Spread the love
Reading Time: 2 minutes

તા.25.02.2020: જી.એસ.ટી. હેઠળના નાણાકીય વર્ષ 2018-19 ના વાર્ષિક રિટર્ન (GSTR 9) તથા રિકનસીલેશન (GSTR 9C) ભરવાના ટેબ નો શુભારંભ 24 ફેબ્રુઆરીએ પોર્ટલ દ્વારા કરી આપવામાં આવ્યો છે. પણ જે પ્રમાણે ભીતિ સેવાઇ રહી હતી, તે પ્રમાણેજ આ રિટર્ન ની શરૂઆતમાં ટેકનિકલ ખામીઓ આવી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. જી.એસ.ટી. પોર્ટલ તેમના વિરોધીઓને નિરાશ ન કરવાની પરંપરા ચાલુ રાખી છે. ઘણા કરદાતાઓ આ સગવડ શરૂ થતાં સાથેજ વાર્ષિક રિટર્ન ભરવા પ્રયાસો શરૂ કર્યા હતા. તેમના ઘણા કરદાતાઓ એ પોતાનું GSTR 2A NIL દર્શાવવા અંગે ની ફરિયાદો કરી છે. આ ઉપરાંત એ પણ ફરિયાદ ઉઠવા પામી છે કે 2017-18 ન વર્ષમાં ભરેલ TRANS 1 ની રકમ પણ 2018-19 ના રિટર્નમાં ઓટોમેટિક રીતે આવી જાય છે. પોતાના રિટર્નમાં 2A NIL જોતાં, ઘણા કરદાતાઓને આઘાત લાગ્યો હતો. પરંતુ આ એક ટેકનિકલ પ્રોબ્લેમ છે તે અંગે જાણ થતાં તેઓએ હાંશકારો અનુભવ્યો હતો.

આ અંગે વધુ જણાવતા ટેક્સ ટુડે ના સ્પેશિયલ કરસપોંડન્ટ અને અમદાવાદ ના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મોનીષ શાહ ઉમેરે છે કે GSTR 9/9C પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવ્યા છે પણ તેમાં નીચેની બાબતો માં મુશ્કેલીઓ જણાઈ રહી છે.

  • 2A, 3B તથા GSTR 1 ની સમરી ઘણા કેસો માં યોગ્ય રીતે દર્શાવતી નથી.
  • ટેબલ 4,5,6 તથા 9 ને બાદ કરતાં કોઈ ટેબલ માં કોઈ ડેટા દર્શાવતા નથી.
  • ટ્રાન્સ 1 ની ક્રેડિટ ફરી ખેંચવામાં આવેલ છે.
  • 17 18 માં ટેબલ 10-11-12-13 માં કરદાતા દ્વારા દર્શાવેલ કોઈ ફિગર ખેંચવામાં આવેલ નથી.
  • 2018 19 ની ઓફ લાઇન યુટીલીટી હજુ આવેલ નથી.
  • 2 કરોડ થી નીચે ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 2017 18 તથા 2018 19 ના વાર્ષિક રિટર્ન ભરવા મરજિયાત બનાવવામાં આવેલ છે. આમ છતાં જેઓને 2018 19 નું વાર્ષિક રિટર્ન ભરવું હોય તેમણે પહેલા 2017 18 નું વાર્ષિક રિટર્ન ભરવું સિસ્ટમ દ્વારા ફરજિયાત બનાવાયું છે. આ નર્યું ગાંડપણ કહેવાય.

આ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 હોય, આ ટેકનિકલ ખામીઓ પોર્ટલ દ્વારા જલ્દી દૂર કરવામાં આવે તેવી માંગ કરવ્યવસાયીઓ તથા કરદાતાઓમાં ઉઠવા પામી છે. 31 મહિના વીતી ગયા હોવા છતાં ટેકનિકલ પ્રોબ્લેમ ચાલુજ રહે છે. શું તમને નથી લાગતું કે જી.એસ.ટી. પોર્ટલ ની “પંચ લાઇન” હોવી જોઈએ…..”હમ નહીં સુધરેંગે!!!!”: ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!