ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા ટેક્સ પ્રોફેશનલ્સને પડી રહેલી મુશ્કેલી બાબતે સેન્ટરલ જી.એસ.ટી. ચીફ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત
રિવોકેશન અરજી, રિફંડ અંગેની મુશ્કેલી, ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેની મુશ્કેલી વગેરે અંગે કરવાંમાં આવી રજૂઆત
તા. 16.07.2021: જી.એસ.ટી. લાગુ થયાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે આમ છતાં કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ દૂર થવાનું નામ લેતી નથી. જી.એસ.ટી. પોર્ટલ ઉપર કામગીરી કરવામાં પડતી તકલીફો હોય કે જી.એસ.ટી. હેઠળ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનની મુશ્કેલ ભાષાની બાબત હોય કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ ઘણી સમસ્યાઓ ભોગવી રહ્યા છે.
આ સમયે ગુજરાતના સૌથી મોટા જી.એસ.ટી. પ્રોફેશનલ્સના એસોસીએશન એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા આ તકલીફો બાબતે સેન્ટરલ જી.એસ.ટી. કમિશ્નરને એક આવેદન આપી કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સને પડી રહેલી તકલીફો બાબતે આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદનમાં લાંબા સમય સુધી રિવોકેશનની અરજીઓના નિકાલ ના કરવામાં આવતી સમસ્યા બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. આ ઉપરણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટેની સમય મર્યાદામાં વધારો કરવા, રિફંડ અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા, નિયમ 36(4) હેઠળ રાહતો આપવા, નવા નોંધણી દાખલા આપવામાં લાગી રહેલા લાંબા સમય બાબતે રજૂઆતો કરવામાં આવી છે. વિગતવાર કરવામાં આવેલ રજૂઆતો ઉપર ડિપાર્ટમેંટ દ્વારા યોગ્ય પગલાં લેવા તથા યોગ્ય સુધારા કરવા કાર્યવાહી કરવા કમિશ્નરે બહેધરી આપી હતી.
આ તમામ રજૂઆતો ઉપર ધ્યાન આપી કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સના પ્રશ્નો જલ્દી હલ થાય તેવી આશા જોવાઈ રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનની રજૂઆત વાંચવા નીચે ક્લિક કરો: