ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની જી.એસ.ટી. 2.0 અંગે પ્રતિક્રિયા : “વેરાના દર ઘટાડાના નિર્ણય બાબતે સ્વાગત, પણ અનેક મુદ્દાઓ બાબતે હજુ ઘણું કરવાનું બાકી”

5 સપ્ટેમ્બર, 2025 :
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા GST 2.0 અંતર્ગત કરાયેલા દર ઘટાડાના નિર્ણય બાબતે ખુશી વ્યક્તિ કરી છે. તુ સાથે સાથે કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરી છે.
ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે ખાદ્યપદાર્થો અને ઘરગથ્થુ સામાન પરના દર ઘટાડો ગ્રાહકો માટે લાભદાયક સાબિત થશે. તેમ છતાં, તેમના મતે આ પદાર્થોને સંપૂર્ણપણે કરમુક્ત (Exempt) કરવામાં આવવા જોઈતા હતા કારણ કે વેટ કે સેલ્સ ટેક્સના સમયમાં આવા સામાન કરમુક્ત હતા.
🚩 મુખ્ય મુદ્દાઓ જે ફેડરેશન દ્વારા ઉઠાવવામાં આવ્યા :
મુદ્દો | ફેડરેશનનું મંતવ્ય |
---|---|
દર ઘટાડો | ગ્રાહકોને રાહત, પણ સંપૂર્ણ મુક્તિ અપાય તો વધુ સારું |
થ્રેશોલ્ડ મર્યાદા | છેલ્લા 8 વર્ષથી બદલાવ નથી – વેપારીઓમાં નિરાશા |
કોમ્પ્લાયન્સ પ્રક્રિયા | અપેક્ષા મુજબ સરળતા લાવવામાં આવી નથી |
ITC સિસ્ટમ | દૂર કરવી સકારાત્મક, કરદાતાઓ માટે ભાર ઓછો થશે |
એકંદરે જી.એસ.ટી. સિસ્ટમ | હજી પણ ગૂંચવણભરી અને કંટાળાજનક – કોર્ટોએ પણ અનેકવાર ટીકા કરી છે |
જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે, “GSTની શરૂઆતથી જ સિસ્ટમ ખૂબ જ જટિલ અને ગૂંચવણભરી રહી છે. વેપારીઓ, ઉદ્યોગ જગત તેમજ કોર્ટો દ્વારા અનેકવાર આ બાબત પર ધ્યાન દોરાયું છે, છતાંય સરકારે મૂળભૂત ફેરફાર કર્યા નથી. સરળીકરણની અપેક્ષાઓ હજી પણ બાકી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે દર ઘટાડો અને ITC સિસ્ટમ દૂર કરવાના પગલા વેપારીઓ માટે રાહતરૂપ રહેશે, પરંતુ વાસ્તવિક અસર કોમોડિટીઝના ભાવ પર કેવી પડશે તે સમય જ બતાવશે.
📌 ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને સરકારને વેપારીઓના હિતમાં થ્રેશોલ્ડ મર્યાદા વધારવાની અને GST સિસ્ટમને વધુ સરળ બનાવવાની માંગ કરી છે.