જીએસટીબીએ અને બીટીબીએ ઘ્વારા જ્ઞાનોદય પાઠશાળા કાર્યક્રમ યોજાયો..

Reading Time: 2 minutes
ધ ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસિએશન અને બરોડા ટેક્સ બાર એસોસિએશન, બરોડા ના સંયુક્ત ઉપક્રમે જીએસટી કાયદા અન્વયે રમેશ એમ શાહ જ્ઞાનોદય પાઠશાળા યોજાઇ તા-૦૪-૦૧-૨૦૨૫ શનિવાર ના રોજ વાણિજ્ય ભવન, વડોદરા મુકામે જીએસટીબીએ પ્રમુખ શૈલેષભાઇ મકવાણા , કન્વીનર બાલમુકુન્દ શાહ, શશાંક મીઠાઈવાલા,ઉપ પ્રમુખ નરેન્દ્ર કરકર,બીટીએ પ્રમુખ અજીતભાઈ તિવારી ,બીટીએ મંત્રી મુકેશભાઈ શર્મા, ,વક્તાશ્રી સીએ તપસ રૂપારેલિઆ અને એડવોકેટ સમીરભાઈ સિદ્ધપુરિયા ના વરદ હસ્તે જ્ઞાનોદય પાઠશાળા ઉદઘાટિત કરેલ..
જીએસટી અન્વયે ચેટજીપીટી વિષય પર વક્તા શ્રી સીએ તપસ રૂપારેલિઆ અને તાજેતર ના જીએસટી કાઉન્સિલ ના સુધારા પર એડવોકેટ શ્રી સમીરભાઈ સિદ્ધપુરિયા એ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સૌ ઉપસ્થિત ટેક્ષ વ્યવસાયિઓને મંત્ર મૃગ્ધ કરી દીધેલ.
આ પ્રસંગે જીએસટીબીએ ના સભ્યોમા પ્રિતેશ ગાંધી, અમૃતભાઈ પ્રજાપતિ, જયેશ શાહ, જીતુભાઇ પટેલ, નિશાંત શાહ, અમિત સોની, રાહુલ ભાવસાર, ગિરીશ ઠક્કર બંને એસોસિએશનના કારોબારી સભ્યો, જનરલ સભ્યો વડોદરા,અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈ આ સેમિનાર ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે


