નડિયાદ ખાતે જ્ઞાનોદય પાઠશાળા કાર્યક્રમનું થયું આયોજન
ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર તથા ધ ટેક્સ પ્રેકટિશનર એસોસીએશન નડિયાદ દ્વારા થયું સંયુક્ત આયોજન
તા. 07.09.2024: તારીખ 5 સપ્ટેમ્બર 2024 ના રોજ ધ ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસિએશન દ્વારા આર.એમ. શાહ જ્ઞાનોદય પાઠશાળા અંતર્ગતનો કાર્યક્રમ ધ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નડિયાદ ખાતે કેસર બેન્કવેટ, ધ મેંગો કાઉન્ટી, પીપલગ મુકામે યોજાયો હતો. જ્ઞાનોદય પાઠશાળા કાર્યક્રમના સ્થાપક શ્રી આર એમ શાહ સાહેબના પુત્ર શ્રી પ્રીયમભાઈ શાહ, ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બારના પ્રમુખ શૈલેષભાઇ મકવાણા, ટેક્સ પ્રેકટિશનર એસો. નડિયાદના પ્રમુખ ચેતન ગજ્જર, કન્વીનર શશાંક મીઠાઈવાલા, સ્પીકરશ્રી સમીરભાઈ સિદ્ધપુરીયા અને સીએ પથિક શાહ, ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બારના મંત્રી આશુતોષ ઠક્કર, મંત્રી વિનીત સોની ની ઉપસ્થિતમાં ઉદ્ઘાટિત કરેલ. એડવોકેટ સમીરભાઈ સિદ્ધપુરિયા એ જીએસટી અપીલ અંગે વક્તવ્ય રજુ કરેલ બીજા સ્પીકર શ્રી પથિકભાઈ શાહ દ્વારા GSTR-9 & 9C માં શું ધ્યાન રાખવું અને ઇન્કમટેક્સ માં પણ આની શું ઇફેક્ટ થાય તે અંતર્ગત ખૂબ જ વક્તવ્ય રજુ કરેલ. બંને વક્તાઓ એ શ્રોતાઓને પોતાના વકતાવ્યોથી પ્રભાવિત કર્યા હતા. આમ બંને એસોસિએશન ના કારોબારી સભ્યો, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સૂરત, રાજકોટ, વાપી, કપડવંજ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે