રાજકોટ ખાતે જ્ઞાનોદય પાઠશાળા હેઠળ જી.એસ.ટી. ઉપર સેમિનારનું આયોજન

ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. તથા ધ રાજકોટ જી.એસ.ટી. બાર એસો. ના સંયુક્ત ઉપક્રમે થયું આયોજન
તા. 03.10.2024: 02 ઓક્ટોબરના રોજ રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ ખાતે ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. તથા ધ રાજકોટ જી.એસ.ટી. બાર એસો. ના સંયુક્ત ઉપક્રમે જી.એસ.ટી. ના વિષયો ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વક્તા તરીકે અમદાવાદના જાણીતા CA પુનિત પ્રજાપતિ અને વડોદરાના જાણીતા CA-એડવોકેટ અભય દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. CA પુનિત પ્રજાપતિ દ્વારા જી.એસ.ટી. હેઠળ મહત્વના ચૂકડાઓ વિષે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી જ્યારે CA-એડવોકેટ અભય દેસાઇ દ્વારા જી.એસ.ટી. કાઉન્સીલની 53 તથા 54 મી મિટિંગમાં લેવાયેલા મહત્વના નિર્ણય ઉપરના ઉપયોગી માહિતી આપેલ હતી. આ તકે જ્ઞાનોદય પાઠશાળાના ઉપક્રમે સેમિનાર બાબતે ધી ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનના પ્રમુખ શૈલેષ મકવાણા, રાજકોટ ટેક્સ બાર એસોસીએશનના પ્રમુખ અપૂર્વ મહેતા, જ્ઞાનોદય પાઠશાળાના કન્વીનર બાલમુકુન્દ શાહ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા. અમદાવાદ-સુરતથી આ કાર્યેક્રમમાં ગુજરાત સ્ટેટ ટેક્સ બારના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી “ડેલિગેટ્સ” મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યેક્રમના અંતે આભારવિધિ ગુજરાત સ્ટેટ ટેક્સ બારના સેક્રેટરી આશુતોષ ઠક્કર દ્વારા કરવામાં આવેલ હતી. આ સેમિનારને સફળ બનાવવા રાજકોટ જી.એસ.ટી. બાર એસોસીએશનની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. પૌરવ પોપટ, ટેક્સ ટુડે, રાજકોટ