ગુજરાત સ્ટેટ ટેક્સ બાર અને સધર્ન ગુજરાત કમર્શિયલ ટેક્સ બાર ના સંયુક્ત ઉપક્રમે જ્ઞાનોદય પાઠશાળાનું સુરત ખાતે થયું આયોજન

0
Spread the love
Reading Time: < 1 minute

સુરતના મહીડા ભવન ખાતે રમેશ એમ શાહ જ્ઞાનોદય પાઠશાળાનું ૧૬ નવેમ્થબરના રોજ થયું આયોજન

તા. ૧૭.૧૧.૨૦૨૫: જી.એસ.ટી. પ્રેક્ટીસનર્સના રાજ્યના સૌથી મોટા એસો. ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશન અને ધ સધર્ન ગુજરાત કમર્શિયલ ટેક્સ બાર એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે રમેશ એમ. શાહ જ્ઞાનોદય પાઠશાળા નામથી સેમીનારનું આયોજન સુરતના મહીડા ભવન ખાતે ૧૬ નવેમ્બર ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં જી.એસ.ટી.આર. ૯ અને 9C ઉપર અમદાવાદના જાણીતા એડવોકેટ સમીરભાઈ સિદ્ધપુરિયા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જયારે ઈનપુટ ટેક્સ ક્રેડીટ, કેન્સલ ડીલર અને રીવર્સ ચાર્જ મીકેનીઝમ ઉપર વક્તવ્ય સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિક્રાંત ઘાએલ દ્વારા આપવામાં આવ્યું હતું. આ સેમીનારમાં ૧૬૦ થી વધુ વ્યવસાયીઓ હાજર રહ્યા હતા. આ સેમીનારમાં વડોદરાથી એજ્યુકેશન કમિટીના સભ્ય અજીતભાઈ તિવારી અને અન્ય સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદથી ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. ના પ્રમુખ નરેન્દ્રભાઈ કરકર, ઉપ પ્રમુખ રાજીવભાઈ શાહ, સેક્રેટરી પંકજભાઈ શાહ, ટ્રેઝરર નિશાંતભાઈ શાહ, એજ્કયુકેશન કમિટીના કન્વેનર નીતિનભાઈ ઠક્કર, સહ કન્ભવેનર ભવ્ય પોપટ સહીત કમિટી સભ્સીયો તથા સીનીયર સભ્યો ખાસ હાજર રહ્યા હતા. સેમીનારને સફળ બનાવવા સધર્ન ગુજરાત કમર્શિયલ ટેક્સ બારના પ્રમુખ શશાંકભાઈ મીઠાઈવાલા, સેક્રેટરી ધવલભાઈ પટવા તથા સમગ્ર આયોજન સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!