શું તમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે SMS?? SMS દ્વારા એડવાન્સ ટેક્સ વધુ ભરાઈ તે માટે થઈ રહ્યા છે પ્રયાસ!!
તા. 13.03.2023: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા 12 માર્ચ 2023 થી કરદાતાઓને SMS મોકલી જણાવવામાં આવે છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે તેઓના મોટા નાણાકીય વ્યવહાર અંગેની માહિતી છે. આ માહિતી ઇન્કમ ટેક્સ ઉપરથી ચેક કરી જરૂરી એડવાન્સ ટેક્સ ભરી આપવા કરદાતાને આ SMS દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ SMS એક સાથે મોટા પ્રમાણમાં કરદાતાઓને મોકલવામાં આવતા કરદાતાઓમાં ગભરાટ ફેલાયો હોવાની માહિતી મળી રહી છે. આ SMS એવા કરદાતાઓને પણ મોકલવામાં આવ્યો છે જેમની આવક સામે મોટા પ્રમાણમાં TDS પણ થયેલ છે. ટેક્સ નિષ્ણાંતોનું માનવું છે કે હાલ આ SMS કરદાતાઓને મોકલવા પાછળનું મુખ્ય કારણ કરદાતા પોતાના એડવાન્સ ટેક્સ વધુ ભારે તે હોય શકે છે. 10000 કે તેથી વધુ રકમનો ટેક્સ ભરવા જવાબદાર કરદાતા એડવાન્સ ટેક્સ ભરવા જવાબદાર થતાં હોય છે. આ એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે. એડવાન્સ ટેક્સ ભરવા જવાબદાર કરદાતાઓ દ્વારા એડવાન્સ ટેક્સ સમયસર ભરવામાં આવે તે કરદાતાઓ માટે જરૂરી પણ છે. પરંતુ આ પ્રકારે મોટા પ્રમાણમાં કરદાતાઓને મોકલવામાં આવતા SMS થી ટેક્સ કલેકશનમાં વધારો થતાં થશે તેના કરતાં કરદાતાઓની ગભરાટમાં વધારો થઈ રહ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.