Helpline on GSTR 9 (Edition 2)
:Panelist:
C A Monish Shah-Adv Lalit Ganatra
C A Divyesh Sodha- Adv Pratik Mishrani
Adv. Bhavya Popat
- અમારા અસીલ ટ્રેડર છે. ઓક્ટોબર 2017 માં વેચાણ પરત દર્શાવવા નું રહેતું હતું. પરંતુ આ વેચાણ પરત ઓગસ્ટ 2018 ના 3B માં દર્શાવેલ છે. આ વેચાણ પરત ની નોંધ GSTR 9 માં ક્યાં કરવાની રહે? ડી. બી. ઠુમર
જવાબ: આ વેચાણ પરત કે જેનો ઉલ્લેખ તમે 2018 19 કે 2019 20 માં કરેલ હોય તેને ટેબલ 11 માં દર્શાવવા નો રહે.
- શું GSTR 2A માં ના દર્શાવતી ક્રેડિટ, 3B માં ક્લેમ કરવામાં આવેલ છે તેને GSTR 9 માં લઈ શકાય? આવીજ રીતે જે ક્રેડિટ GSTR 9 ના 2A માં દર્શાવે છે પણ અમે 3B માં લીધેલ નથી તેની ક્રેડિટ લઈ શકાય? સંજય કુલકર્ણી
જવાબ: હા, GSTR 9 માં 2A માં ના દર્શાવેલ હોય તેવી ક્રેડિટ પણ લઈ શકાય. શરત એટલી કે જી.એસ.ટી. કાયદા ની કલમ 16 ની શરતો પૂર્ણ થતી હોય. જો 2A માં દર્શાવેલ હોય પણ 3B માં લીધેલ ના હોય તેવી ક્રેડિટ GSTR 9 થી ક્લેઇમ કરી શકાય નહીં.
- મારાથી ઇંવોઇસ શરતચૂક થી ક્યાય મુકાઇ જવાના કારણે 2017 18 ની ક્રેડિટ હું લઈ શક્યો નથી. આ ક્રેડિટ મને GSTR 9 ભર્યા સમયે ધ્યાને આવી. હવે આવી ક્રેડિટ હું લઈ શકું? આ ક્રેડિટ લગભગ 14 લાખ જેટલી છે. પ્રવીણકુમાર નાયક
જવાબ: સામાન્ય રીતે માર્ચ 2019 પછી આ ક્રેડિટ તમે લઈ શકો નહીં. પરંતુ માનનીય ગુજરાત હાઇકોર્ટ ના AAP & Co ના ચુકાદા ને આધીન આ ક્રેડિટ તમે લઈ શકો છો. ભવિષ્ય માં આ અંગે વિવિધ ચુકાદા ઉપર આ ક્રેડિટ આધાર રાખશે એ સમજવું ખૂબ જરૂરી છે.
- અમારા અસીલ માત્ર કરમુક્ત માલ નું વેચાણ કરે છે. તેમનું ટર્નઓવર 2 કરોડ થી વધુ છે. શું તેમણે GST ઓડિટ કરાવવું પડે? અમારા મતે કરાવવું પડે. આપનો અભિપ્રાય આપવા વિનંતી. હોઝેફા, દાહોદ
જવાબ: હા, કરમુક્ત માલ નું વેચાણ પણ 2 કરોડ થી વધુ હોય તો પણ GST ઓડિટ કરાવવું પડે.
- અમારા અસીલ ના કિસ્સા માં 2017 18 ના વર્ષ ની મશીનરી ની ક્રેડિટ અમોએ 2018 19 ના જુલાઇ મહિના ના 3B માં દર્શાવેલ છે. GSTR 9 માં તેની અસર શું આવશે? ડી.બી. ઠૂમર
જવાબ: 2018 19 માં લીધેલ ક્રેડિટ GSTR 9 માં તમારે ટેબલ 13 તઠ 8C માં દર્શાવવા નું રહે.
- GSTR 9 માં વ્યાજ ની આવક જેવી કે સેવિંગ બેન્ક, ફિક્સ ડિપોઝિટ, PPF વ્યાજ, પ્રાઈવેટ ડીપોઝીટ વગેરે વ્યાજ દર્શાવવા નું રહે? અને જો દરશવવાનું રહે તો ક્યાં કૉલમ માં? શું આ રકમ ને સપ્લાય ગણી ઈન્પુટ રિવર્સ કરવાની થાય? જીતેશ વોરા, બોટાદ
જવાબ: સેવિંગ બેન્ક, ફિક્સ ડિપોઝીટ વગેરે વ્યાજ ને GSTR 9 માં એકઝેમ્પ્ટ સપ્લાય તરીકે દર્શાવવા ની રહે. પરંતુ આ સપ્લાય દર્શાવવા થી ઈન્પુટ રિવર્સ કરવાની સામાન્ય રીતે થાય નહીં કારણકે આ આવક સાથે ઈન્પુટ ક્રેડિટ સલગ્ન હોતી નથી. જો આ આવક મેળવવા કોઈ ઈન્પુટ ક્રેડિટ આવેલ હોય, તો નિયમ 42 પ્રમાણે રિવર્સ કરવાની રહે.
- GSTR 9 માં ભાગીદાર ને મળેલ વ્યાજ, પગાર ની આવક દર્શાવવી પડે? અને જો દરશવવાનું રહે તો ક્યાં કૉલમ માં? શું આ રકમ ને સપ્લાય ગણી ઈન્પુટ રિવર્સ કરવાની થાય? જીતેશ વોરા, બોટાદ
જવાબ: ભાગીદાર ને મળેલ વ્યાજ, પગાર ની આવક ને GSTR 9 ના ટેબલ “નો સપ્લાય” (ટેબલ 5F) માં દર્શાવવાની રહે. આ રકમ નો સપ્લાય છે. ઈન્પુટ રિવર્સ કરવાની થાય નહીં.
- 2017 18 માટે કોઈ IGST ની ચુકવણી શરત ચૂક થી CGST/SGST માં દર્શાવાઈ ગઈ હોય તો, IGST ની રકમ તો DRC 03 થી કરી શકાય. પણ ખોટા ભરેલ CGST/SGST નું રિફંડ મળે? જીતેશ વોરા, બોટાદ
જવાબ: અમારા મતે તમારી પાસે આ માટે બે વિકલ્પો છે.
- GSTR 9 માં સાચા વ્યવહારો દર્શાવી, યોગ્ય ટેક્સ દર્શાવવો. આમ કરવાથી IGST ભરવાપાત્ર થશે તથા CGST/SGST માં વધુ પેમેન્ટ દર્શાવશે. આકારણી સમયે RAO (રિફંડ એડજસ્ટમેંટ) ઓર્ડર દ્વારા આ એડજસ્ટ થઈ શકે.
- આ અંગે IGST ની રકમ DRC 03 દ્વારા ભરી અને RFD 01 માં વધુ ભરેલ CGST/SGST નું IGST કાયદા ની કલમ 19 મુજબ રિફંડ મેળવવા અરજી કરવાની રહેશે.
અગાઉ પ્રસિદ્ધ થયેલ પ્રશ્ન તથા જવાબ:
- શું 2017 18 ની કોઈ ક્રેડિટ જી.એસ.ટી.આર. 9 માં ક્લેમ કરી શકાય?ખાસ કરી ને AAP ના ચુકાદા ને આધીન.
જવાબ: GSTR 9 માં કોઈ ક્રેડિટ ક્લેમ કરી શકાય નહીં. ક્રેડિટ વધારા કે ઘટાડા ની કોઈ અસર ક્રેડિટ લેજર માં જી.એસ.ટી.આર. 9 ઉપર થી થશે નહીં.
- શું AAP & Co ના ચુકાદા મુજબ 2017 18 ની ક્રેડિટ 2019 20 ના 3B માં ક્લેમ કરી શકાય?
જવાબ: હા, જો કોઈ ક્રેડિટ 2017 18 ની લેવાની બાકી હોય અને 17 18 નું વાર્ષિક રિટર્ન ભરવાનું બાકી હોય તો આવી ક્રેડતી AAP & CO ના ચુકાદા ને આધીન લઈ શકાય છે. પરંતુ ભવિષ્ય માં કોર્ટ ના આ અંગે ના ચુકાદા ને આધીન આ ક્રેડતી રહેશે.
- GSTR 1 માં 2017-18 ના વર્ષ નું એમેંડમેંટ 2018 19 માં કરેલ હોય પણ એમેન્ડમેંટ GSTR 9 માં ના દર્શાવતુ હોય તો આ રકમ GSTR 9 માં ક્યાં દર્શાવવા ની રહે?
જવાબ: GSTR 9 માટે એક વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે આ ફોર્મ ભરવા માટે GSTR 3B ને સૌથી મહત્વનુ ગણવાનું રહેશે. GSTR 1 નો ઉપયોગ માત્ર વ્યવહાર B2B, B2C વગેરે ભાગ પડવા માટે કરવાનો રહે. આ સિવાય GSTR 1 નો કોઈ ઉપયોગ રહેશે નહીં GSTR 3B માં જો આ રકમ 2017 18 માં દર્શાવવા માં આવેલ હોય તો GSTR 9 ના ટેબલ 4 માં આવે. જો આ રકમ 3B માં 2018 19 માં દર્શાવેલ હોય તો ટેબલ 11 માં દર્શાવવા ની રહે.
- 2017 18 ના વર્ષ માં 3B માં વધુ ક્રેડિટ ક્લેમ કરેલ હોય અને વાર્ષિક પત્રક માં એટલેકે બુક્સ માં ક્રેડિટ ઓછી થતી હોય તો વધુ લીધેલ ક્રેડિટ રિવર્સ કરવા GSTR 9 ના પાર્ટ 7 માં ટેબલ H માં દર્શાવી શકાય? જેથી નેટ ITC બુક્સ મુજબ મળે.
જવાબ: ના, ઓછી ITC ક્લેમ કરવા અમારા માટે પાર્ટ 7 ના ટેબલ H નો ઉપયોગ થઈ શકે નહીં. ટેબલ H નો ઉપયોગ તોજ થઈ શકે જો આ રકમ 3B માં રિવર્સ કરેલ હોય. તમારા કિસ્સામાં તમારે પાર્ટ 6 માં ચોપડા પ્રમાણે ક્રેડિટ ક્લેઇમ કરી, જે ડીફર્ન્સ ની રકમ DRC 03 વડે ભરી દેવી જોઈએ.
- 2017 18 ના વર્ષ નો ટેક્સ 18 19 ના કોઈ પણ 3B માં બતાવીને ભરેલ હોય તો GSTR 9 ના ટેબલ 10-11 માં ખાલી CGST, SGST/આઇજીએસટી ના ટેક્સ મજ બતાવીએ અને ટેક્સેબલ વેલ્યૂ ના બતાવીએ તો ચાલે?
જવાબ: ના, ટેબલ 10 અને 11 માં ટેકસેબલ વેલ્યૂ પણ બતાવવા ની રહે.
- 2017 18 ના વર્ષ ના વેચાણ પણ નો ટેક્સ કે ખરીદી ઘટ ની ITC નો સુધારો 2018 19 ના 3B માં કરેલ હોય અને 3B માં જ્યારે વ્યાજ ની કૉલમ ના હોય, વ્યાજ ભરેલ નથી. તો આવી રકમ ઉપર વ્યાજ ભરવું જોઈએ?
જવાબ: હા, ખરી રીતે આવી રકમ ઉપર વ્યાજ ભરી દેવું જોઈએ.
- GSTR 9 ના પાર્ટ 4 માં GSTR 1 ના ઓટો પોપ્યુલેટ ડેટા આવે છે. જેનો ટેક્સ સીધો પાર્ટ 9 માં શો કરે છે. પણ GSTR 1 ખોટું ભરાયેલ છે. તેનો સુધારો 2018 19 માં કેરેલ છે. જો આ રકમ વાર્ષિક માં 10 અને 11 ટેબલ માં બતાવીએ એ સાચું કહેવાય?
જવાબ: ના, આ રકમ જો 3B માં 2017 18 માં દર્શાવી ટેક્સ ભરી દેવામાં આવ્યો હોય તો પાર્ટ 4 માં દર્શાવવું જોઈએ. જો ટેક્સ પણ 2018 19 માં દર્શાવ્યો હોય તો ટેબલ 10 અને 11 માં દર્શાવવાનો રહે.
- 2017 18 ના વર્ષ માં ખોટું પત્રક ભરાયેલ છે. આ પત્રક માં ITC ખોટી દર્શાવેલ છે. આ અંગે નો સુધારો 2018 19 માં કરેલ છે. પણ તે સુધારા માં આઇટીસી સામે વેચાણ નો જે ટેક્સ બતાવેલ છે તે બાદ કરતાં જે ITC વધી તે રિવર્સલ કરેલ છે. હવે આ વ્યવહાર GSTR 9 માં કેવી રીતે દર્શાવવા ના રહે? જે ભૂલ થઈ છે તે GSTR 3B માં થઈ છે. GSTR 1 સાચા ભરેલ છે.
જવાબ: GSTR 9 ના પાર્ટ 6 માં 3B માં દર્શાવેલ ક્રેડિટ લેવાની રહે. ટેબલ 12 માં રિવર્સ કરેલ ITC દર્શાવવા ની રહે. GSTR 1 સાચું હોવા છતાં ITC બાબતે તેની કોઈ ઉપયોગિતા રહેતી નથી.
- અમારા અસીલ નો ધંધો પેટ્રોલ પંપ નો છે. ટર્નઓવર 2 કરોડ થી વધુ છે. જી.એસ.ટી. ઓડિટ કરાવવું પડે?
જવાબ: હા, નોન જી.એસ.ટી. ટર્નઓવર પણ એગ્રીગેટ ટર્નઓવર નો ભાગ ગણાય. માટે જી.એસ.ટી. ઓડિટ કરાવવું પડે.
- જી.એસ.ટી. ઓડિટ માટે ની મર્યાદા 01.04.2017 થી ગણવાની રહે કે 01.07.17 થી?
જવાબ: જી.એસ.ટી. ઓડિટ ની મર્યાદા 01 07 17 થી ગણવાની રહે. CBIC દ્વારા જાહેર કરાયેલ સૂચના ઉપર થી આ જવાબ આપવામાં આવ્યો છે.