IMS માં ભૂલથી રીજેક્ટ થયેલ TAX INVOICE અને CREDIT NOTE ની ITC લેવાની સરળ ભાષામાં સમજુતી

0
Spread the love
Reading Time: 2 minutes

-By Prashant Makwana, Tax Consultant, Than

પ્રસ્તાવના

GST પોર્ટલ પર હાલમાં IMS દ્વારા TAX INVOICE અને CREDIT NOTE ને GST પોર્ટલ પર ACCEPT અને REJECT કરી ત્યાર બાદ તે GSTR-2B માં આવે છે અને આપણે GSTR-3B માં ITC ક્લેમ કરી છી ઘણી વખત એવું બનતું હોય છે કે માલ ખરીદનાર વેપારી દ્વારા ભૂલથી TAX INVOICE અથવા CREDIT NOTE REJECT થય જાય છે. ભૂલથી REJECT થયેલ TAX INVOICE ની ITC કેવી રીતે લેવી તે એક પ્રશ્ન હતો. CREDIT NOTE ભૂલથી REJECT થય જાય તો તે ITC રીવર્સ કેવી રીતે કરવી તે પણ એક પ્રશ્ન હતો. તેના માટે 19/06/2025 ના રોજ GST પોર્ટલ પર એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

ભૂલથી REJECT થયેલ TAX INVOICE/ડેબીટ નોટ

ખરીદનાર વેપારી

  • ખરીદનાર વેપારી દ્વારા ભૂલથી ટેક્ષ ઇન્વોઇસ / ડેબીટ નોટ રીજેક્ટ થય જાય ત્યારે ખરીદનાર વેપારી એ તેના વેચનાર વેપારીને જાણ કરવાની અને કહેવાનું કે વેચનાર વેપારી ને જે તે ટેક્ષ પીરીયડ નું GSTR-3B ફાઈલ કરવાનું બાકી હોય તો વેચનાર વેચનાર વેપારી GSTR-3B ફાઈલ કરતા પહેલા GSTR-1A ના રીટર્ન માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર તેજ ટેક્ષ ઇન્વોઇસ ફરીથી અપલોડ કરશે તો તે ખરીદનાર વેપારી ના IMS માં બતાવશે અને તે ITC ક્લેમ કરી શકશે.
  • વેચનાર વેપારી એ જેતે ટેક્ષ પીરીયડ નું GSTR-3B ફાઈલ કરી દીધું હોય તો વેચનાર વેપારી તેના પછીના ટેક્ષ પીરીયડ માં GSTR-1/IFF માં AMENDMENT ના કોલમ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર તેજ ઇનોઈસ ફરીથી અપલોડ કરે એટલે ખરીદનાર વેપારીના IMS માં તે ઇન્વોઇસ બતાવશે અને તેને ACCEPT કરી ને તે ITC ક્લેમ કરી શકશે.
  • જયારે વેચનાર વેપારી દ્વારા જે તે ટેક્ષ પીરીયડ નું ટેક્ષ ઇન્વોઇસ હોય ત્યારે પછીના ટેક્ષ પીરીયડ ના GSTR-1/IFF માં અપલોડ કરવામાં આવે ત્યારે સેક્સન 16(4) ની સમય મર્યાદાને ધ્યાન રાખવાની રહે છે.

વેચનાર વેપારી

  • હવે આપણે એવો પ્રશ્ન થાય કે વેચનાર વેપારી ફરીથી અપલોડ કરશે તો તેની આઊટપુટ લયાબીલીટી વધી નહિ જાય જયારે GSTR-1/IFF માં AMENDMENT માં ફિગર લખી છી ત્યારે તે જે ફેરફાર હોય તેને જ ધ્યાનમાં લે છે અહી આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર ટેક્ષ ઇન્વોઇસને અપલોડ કરશું એટલે વેચનાર વેપારી ની આઊટપુટ લાયાબીલીટી માં કોઈ ફેરફાર નહિ થાય.

ભૂલથી રીજેક્ટ થયેલ ક્રેડીટ નોટ

  • ખરીદનાર વેપારી દ્વારા ક્રેડીટ નોટને ભૂલથી REJECT કરવામાં આવે ત્યારે વેચનાર વેપારીને આઊટપુટ લાયાબીલીટી જે ઓપન GSTR-3B હોય તેમાં વધી જાય છે.
  • ખરીદનાર વેપારી એ વેચનાર વેપારી ને રીક્વેસ્ટ કરવાની રહેશે કે જો વેચનાર વેપારી ને જે તે ટેક્ષ પીરીયડ નું GSTR-3B ભરવાનું બાકી હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર GSTR-1A માં તે ક્રેડીટ નોટ ફરીથી અપલોડ કરવાની રહેશે.
  • વેચનાર વેપારી એ જે તે ટેક્ષ પીરીયડ નુ GSTR-3B ફાઈલ કરી દીધું હોય તો ત્યાર પછીના GSTR-1/IFF ના AMENDMENT ના ટેબલ MA કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર અપલોડ કરવાની રહેશે.
  • સૌ પ્રથમ વાર જયારે ખરીદનાર વેપારી એ ક્રેડીટ નોટ REJECT કરી હશે ત્યારે વેચનાર વેપારીના GSTR-3B માં આઊટપુટ લાયાબીલીટી વધી ગય હશે અને જયારે વેચનાર વેપારી GSTR-1A અથવા GSTR-1/IFF ની AMENDMENT માં ફરીથી અપલોડ કરી ત્યારે પાછી આઊટપુટ લાયાબીલીટી ઘટી જશે.
  • ખરીદનાર વેપારી બીજી વાર અપલોડ થયેલ ક્રેડીટ નોટ ACCEPT કરી લે ત્યારે તેની ITC ઘટી જશે.

(લેખક થાનગઢ ખાતે પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!