જિલ્લા ન્યાયાલય, બનાસકાંઠા @ પાલનપુર ખાતે eCourts તાલીમ કાર્યક્રમ યોજાયો…

“ન્યાય હવે ફક્ત કોર્ટરૂમ સુધી સીમિત નથી, ક્લિક કરતા જ હવે ન્યાય દસ્તક આપે છે.”
પાલનપુર, તા. ૫ ઑક્ટોબર ૨૦૨૫
આજ રોજ તારીખ :- 05/10/2025ને રવિવારના રોજ, ડાયમન્ડ સીટી પાલનપુર મુકામે જિલ્લા અદાલત કોન્ફરન્સ હોલ, જોરાવર પેલેસ, પાલનપુર ખાતે સમય:- સવારે 9.30 થી 2.00 દરમ્યાન માટે પાલનપુર બાર એસોસિયેશન ના તમામ વિદ્વાન વકીલ સાહેબશ્રીઓના ડિજિટલ જ્ઞાનમાં વધારો થાય તે માટે એક ડિજિટલ ન્યાય તરફ એક મજબૂત પગલું ભર્યું, બનાસકાંઠા જિલ્લા ન્યાયાલયમાં eCourts તાલીમ કાર્યક્રમ યોજાયો
ન્યાયના આધુનિક યુગમાં ટેક્નોલોજીની સાથે કાયદા વ્યવસ્થાનું જોડાણ સમયની માંગ છે. એ જ દિશામાં આજે બનાસકાંઠા જિલ્લા ન્યાયાલય, પાલનપુર ખાતે “eCourts Programme” અંતર્ગત એડ્વોકેટ તથા એડ્વોકેટ ક્લાર્ક માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો. સવારે નોંધણી, કીટ અને ચા-નાસ્તો થી કાર્યક્રમ તરફ આગળ વધ્યાં.
કાર્યક્રમનું માર્ગદર્શન શ્રી આત્મદીપ શર્મા સાહેબ ( 6th Addi. Sr. Civil Judge & ACJM, Palanpur,Banaskantha) તથા શ્રી એમ. બી. પુરોહિત સાહેબ (2nd Addi. Sr. Civil Judge & ACJM, Kadi, Mahesana) દ્વારા આપવામાં આવ્યું. તેમજ પાલનપુર કોર્ટ સિસ્ટમ ઓફિસર શ્રી કલ્પેશભાઇ પ્રજાપતિ સાહેબ દ્રારા ગૂગેલ ડોકયુમેંટ અને ઝૂમ મિટિંગ એપનો ઉપયોગ બાબતે સમજ આપી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર બાર એસોસિયેશનના પ્રમુખશ્રી સતિષભાઈ ચૌધારી, મંત્રીશ્રી પ્રકાશભાઈ ધારવા સહીત એસોસિયેશનના સભ્યો હાજર રહેલ તેમજ ડીસા બાર એસોસિયેશનના પણ ઝૂમ મિટિંગ એપ ના માધ્યમ થી ઓન લાઈન (લાઈવ) જોડાયા હતા.
આ તાલીમમાં e-Filing, eCommitteeની કામગીરી, ડિજિટલ સ્કેનિંગ, વીડિયો કોન્ફરન્સિંગ તથા કિસ્સા વ્યવસ્થાપન જેવા વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન એડ્વોકેટ્સને eCourts પોર્ટલ પર કેસ ફાઇલ કરવાની પ્રક્રિયા, રજીસ્ટ્રેશન, ઇ-પેમેન્ટ તથા “eSewa Kendra”ની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લા ન્યાયાલયના આ પ્રયાસથી વકીલો અને ક્લાર્કમાં ડિજિટલ ન્યાય પ્રક્રિયા પ્રત્યે નવી જાગૃતિ અને વિશ્વાસનો સંચાર થયો છે. ન્યાયાધીશો, વકીલો અને ક્લાર્કની હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો છેલ્લે પાલનપુર બાર એસોસિયેશનના મંત્રીશ્રી પ્રકાશભાઈ ધારવા એ આભાર વિધિ કરી, હાજર સૌ કોઈએ સ્વરુચિ ભોજન માણી છુટા પડ્યા.
છબીમાં ડાભી બાજુ શ્રી આત્મદીપ શર્મા સાહેબ ( 6th Addi. Sr. Civil Judge & ACJM, Palanpur,Banaskantha) અને ટેક્સ ઍડવોકેટ & નોટરી હર્ષદકુમાર ઓઝા તેમજ જમણી બાજુ શ્રી એમ. બી. પુરોહિત સાહેબ (2nd Addi. Sr. Civil Judge & ACJM, Kadi, Mahesana) અને પાલનપુર બાર એસોસિયેશનના મંત્રીશ્રી પ્રકાશભાઈ ધારવા ઉપસ્થિત છે.
છબીનું વર્ણન:
પાલનપુર જિલ્લા કોર્ટ, કોર્ટના કોન્ફરન્સ હોલમાં ચાલી રહેલા તાલીમ કાર્યક્રમની કેટલીક તસ્વીર, ગ્રુપ ફોટો, ઝૂમ મિટિંગ એપ ના માધ્યમ થી ઓન લાઈન (લાઈવ) ની પ્રોજેક્ટર છબી
રિપોર્ટિંગ : હર્ષદકુમાર ઓઝા (ઉત્તર ગુજરાત ઝોન) 94261 76797