પાલનપુર ખાતે, દિપાવલી સ્નેહ મિલન સમારોહ યોજાયો…

Spread the love
Reading Time: 2 minutes

(પ્રતિનિધિ દ્રારા)

તારીખ ૧૩/૧૧/૨૦૨૪ બુઘવાર

       આજ તારીખ ૧૩/૧૧/૨૦૨૪ને બુઘવારના રોજ ધી બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર એસોસિયેશન, પાલનપુર દ્રારા આયોજીત “દિપાવલી સ્નેહ મિલન” કાર્યક્રમ, હોટલ ડીસન્ટ ખાતે ભવ્ય રીતે યોજાયો. સ્નેહ મિલન કાર્યક્રમ તેના નિર્ધારિત સમયે શરૂ થયો એસોસિયેશનના સભ્યો ફેમેલી સાથે ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેસુરીયાએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી તેમજ નવા કાયદામાં સુધારા વધારા વિષે માહીતગાર કર્યા. એસોસિયેશનના ભુતપૂર્વ પ્રમુખશ્રી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટનના જોઇન્ટ સેક્રેટરીશ્રી શાંતિભાઈ ઠકકર, ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિયેશનના ઉપ પ્રમુખશ્રી જગદીશભાઈ વ્યાસ, નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટીસ એસોસિયેશનના પ્રમુખશ્રી દિલિપભાઈ ઠકકર તેમજ  કનુભાઈ મહેસુરીયા, નટુભાઈ વારડે, નટુભાઈ પટેલ,  ઇશ્વરભાઇ, શુભાષભાઈ, સુરેશભાઈ, પ્રકાશભાઈ,  અમૃતભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ સહિત સૌ સાથી મિત્રોએ પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને સૌએ સહપરિવાર સ્વરૂચિ ભોજન સાથે માણ્યું.

       કાર્યક્રમને સફળ બનાવવા ઉપ પ્રમુખશ્રી રીજ્ઞેશભાઈ, ખજાનચીશ્રી જયેશભાઈ તથા નિકુંજભાઈએ સંપૂર્ણ સહકાર આપેલ અને કાર્યક્રમનું સંચાલન શ્રી શશીનભાઈ મેવાડાએ સંભાળેલ, અને આમ, કાર્યક્રમના અંતિમ ચરણમાં મંત્રીશ્રી અશોકભાઈ ઠકકરે હજાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો.

-હર્ષદકુમાર ઓઝા, પાલનપુર (ટેક્ષ રીપોર્ટર, ઉત્તર ગુજરાત ઝોન)

error: Content is protected !!