જી.એસ.ટી. પોર્ટલ ઉપર વ્યાજ અને ક્રોસ વપરાશ બાબતે આવી આ મહત્વની એડવાઈઝરી…

0
Spread the love
Reading Time: 2 minutes

નવી દિલ્હી: GST નેટવર્ક (GSTN) દ્વારા જાન્યુઆરી-2026ના કર સમયગાળાથી GSTR-3B રિટર્ન ફાઇલિંગમાં મહત્વપૂર્ણ ફેરફારો અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ સુધારાઓ વ્યાજની ગણતરી, ટેક્સ લાયબિલિટી બ્રેકઅપ તથા ITC ક્રોસ-યુટિલાઇઝેશન સાથે સંકળાયેલા છે.

1. GSTR-3B માં વ્યાજ ગણતરીમાં સુધારો

જાન્યુઆરી-2026 થી GSTR-3B ના ટેબલ 5.1 માં વ્યાજની ગણતરીની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પોર્ટલ પર વ્યાજની ગણતરી કરતી વખતે ટેક્સપેયરના ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં (ECL) ડ્યૂ ડેટથી લઈને ટેક્સ ચૂકવણી (ઓફસેટ) સુધી ઉપલબ્ધ રહેલા મિનિમમ કેશ બેલેન્સનો લાભ આપવામાં આવશે. આ સુધારો CGST Rules, 2017 ના Rule 88B(1) ના પ્રોવિઝો અનુસાર કરવામાં આવ્યો છે.

નવી વ્યાજ ગણતરીની ફોર્મ્યુલા:

વ્યાજ = (નેટ ટેક્સ લાયબિલિટી – ECL માં ઉપલબ્ધ મિનિમમ કેશ બેલેન્સ) × (વિલંબના દિવસો / 365) × લાગુ વ્યાજ દર

આ ફેરફાર જાન્યુઆરી-2026 ના વિલંબિત રિટર્ન પર લાગુ પડશે અને તે માટેનું વ્યાજ ફેબ્રુઆરી-2026 ના GSTR-3B માં ઓટો-પોપ્યુલેટ થશે.

2. ઓટો-પોપ્યુલેટેડ વ્યાજ હવે નોન-એડિટેબલ

ટેબલ 5.1 માં સિસ્ટમ દ્વારા ગણાયેલ વ્યાજ હવે નોન-એડિટેબલ રહેશે. ટેક્સપેયર તેને ઘટાડીને ફેરફાર કરી શકશે નહીં. જો કે, જો વાસ્તવિક વ્યાજ વધુ થાય તો ટેક્સપેયર વધારીને દાખલ કરી શકશે. GSTNએ સ્પષ્ટ કર્યું છે કે ઓટો-પોપ્યુલેટેડ વ્યાજ માત્ર મિનિમમ વ્યાજ છે; યોગ્ય વ્યાજની જવાબદારી સ્વ-મૂલ્યાંકન દ્વારા નિર્ધારિત કરવાની રહેશે.

3. ટેક્સ લાયબિલિટી બ્રેકઅપ ટેબલ હવે ઓટો-પોપ્યુલેટ

GSTR-3B માં “Tax Liability Breakup Table” હવે GSTR-1 / GSTR-1A / IFF માં દર્શાવાયેલ અગાઉના સમયગાળાના સપ્લાયના દસ્તાવેજોની તારીખના આધારે ઓટો-પોપ્યુલેટ થશે. જો અગાઉના સમયગાળાની સપ્લાય માટે વર્તમાન સમયગાળામાં ટેક્સ ચૂકવવામાં આવે છે, તો તે વિગતો પોર્ટલ પર આપમેળે દર્શાવાશે.

આ બ્રેકઅપ જોવા માટે:
Login → GSTR-3B Dashboard → Table 6.1 (Payment of Tax) → Tax Liability Breakup

4. ITC ક્રોસ-યુટિલાઇઝેશનમાં લવચીકતા

જાન્યુઆરી-2026 થી IGST ITC પૂર્ણ ઉપયોગ થયા બાદ, IGST લાયબિલિટી ચૂકવવા માટે CGST અને SGST ITC નો ઉપયોગ કોઈપણ ક્રમમાં કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સુધારો ટેક્સપેયર્સને લાયબિલિટી મેનેજમેન્ટમાં વધુ સુગમતા આપશે.

5. GSTR-10 માં વ્યાજ વસુલાત

જેઓની રજિસ્ટ્રેશન રદ્દ થઈ ગઈ છે અને છેલ્લું લાગુ પડતું GSTR-3B મોડું ફાઇલ કર્યું છે, તેવા કિસ્સામાં વ્યાજની વસુલાત હવે Final Return એટલે કે GSTR-10 મારફતે કરવામાં આવશે.


GSTNએ સ્પષ્ટ કર્યું છે કે આ સુધારાઓનો હેતુ ટેક્સ લાયબિલિટીનું વધુ ચોક્કસ રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવો અને CGST Act, 2017 ની કલમ 50 ના પ્રોવિઝો અનુસાર વ્યાજની ગણતરીમાં પારદર્શિતા લાવવાનો છે. આ એડવાઈઝરી દ્વારા ટેક્સપેયર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓટો-પોપ્યુલેટેડ આંકડાઓ પર સંપૂર્ણ નિર્ભર ન રહી, પોતાના રેકોર્ડના આધારે યોગ્ય સમીક્ષા કર્યા બાદ જ રિટર્ન ફાઇલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!