ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: ટ્રાન્ઝિટ દરમિયાન GST હેઠળ માલ જપ્તી અંગે કડક માપદંડ નક્કી
Gujarat High Court એ GST કાયદા અંતર્ગત માલ ટ્રાન્ઝિટ દરમિયાન માલની જપ્તી (Confiscation) બાબતે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. Panchhi Traders v. State of Gujarat (R/Special Civil Application No. 9250/2020, તા. 11-12-2025)ના ચુકાદામાં હાઈકોર્ટે ઠરાવ્યું છે કે કલમ ૧૩૦ નો ઉપયોગ ટ્રાન્ઝિટ-ડિટેન્શન દરમિયાન શક્ય છે, પરંતુ માત્ર “ઉચ્ચતમ દરજ્જાના” ગંભીર કેસોમાં, જ્યાં ટેક્સ ચોરીનો સ્પષ્ટ ઇરાદો સાબિત થાય ત્યાજ કરવું જોઈએ. નાની કે ક્લેરિકલ e-way bill ભૂલોમાં નહીં કલમ ૧૩૦ હેઠળનો ઉપયોગ કરવો જોઈએ નહિ.
કેસના તથ્યો
-
અરજદારોના માલને ટ્રાન્ઝિટ દરમિયાન અટકાવવામાં આવ્યો હતો. દસ્તાવેજો અને e-way bill ચકાસ્યા બાદ વિભાગે Form GST MOV-10 દ્વારા જપ્તીનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
-
01.01.2022થી અમલમાં આવેલા સુધારા (Finance Act, 2021) બાદ Sec.129 (Detention/Release) અને Sec.130 (Confiscation) વચ્ચેના સંબંધ અંગે વિવાદ ઊભો થયો.
-
અરજદારોનો આક્ષેપ હતો કે વિભાગે Sec.129ની પ્રક્રિયા ચાલુ હોવા છતાં તરત જ મેકેનિકલ રીતે Sec.130 લાગુ કરી દેવામાં આવી હતી.
મુદ્દો
01.01.2022 બાદ, શું વિભાગ Sec.129ની પ્રક્રિયા વચ્ચે જ Sec.130 (MOV-10/MOV-11) લાગુ કરી શકે? જો હા, તો તેની સીમા અને થ્રેશોલ્ડ શું?
હાઈકોર્ટનો નિર્ણય
-
Sec.129માં non-obstante clause હોવા છતાં Sec.130 અમાન્ય બની જતું નથી—બંને કલમો વચ્ચે ટકરાવ નથી.
-
Sec.130નો વ્યાપ Sec.129થી આગળ ફક્ત ત્યારે જ જાય છે જ્યારે “ટેક્સ ચુકવણીથી બચવાનો ઇરાદો” સ્પષ્ટ રીતે દેખાય.
-
ટ્રાન્ઝિટ દરમિયાન જપ્તી માત્ર અત્યંત ગંભીર ઉલ્લંઘનોમાં જ યોગ્ય ગણાશે—જેમ કે:
-
દસ્તાવેજોની સંપૂર્ણ ગેરહાજરી
-
નકલી/ખોટા દસ્તાવેજો
-
ખોટી અથવા forged e-way bill
-
ખોટું/નકલી રજીસ્ટ્રેશન
-
માલ અને દસ્તાવેજોમાં ભ્રામક/છેતરપિંડીય અસંગતિ
-
-
નાની અથવા ક્લેરિકલ ભૂલો માટે Sec.130 લાગુ કરવો અયોગ્ય છે.
-
Rule 138C મુજબ “ટેક્સ ચોરીના ઇરાદા” અંગે અભિપ્રાય બનાવવાની પ્રક્રિયા સમયબદ્ધ હોવી જોઈએ—મહત્તમ 6 દિવસ (3 દિવસ + 3 દિવસનું વિસ્તરણ).
મુખ્ય તારણો
-
Sec.129 અને Sec.130 બંને સુધારા બાદ યથાવત્ છે; Sec.129નું non-obstante clause Sec.130ને આપોઆપ અટકાવતું નથી.
-
નિર્ણાયક કસોટી: “ટેક્સ ચુકવણીથી બચવાનો ઇરાદો”.
-
ઉચ્ચતમ દરજ્જાની ઉલ્લંઘનાઓમાં જ સીધું Sec.130 શક્ય.
-
Rule 138C મુજબ સમયમર્યાદાનું પાલન ફરજિયાત.
-
તમામ MOV-10/MOV-11 કાર્યવાહી પુનઃવિચારણા માટે રિમાન્ડ કરવામાં આવી;
પ્રભાવ
આ ચુકાદો ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ રાહત છે. હવે વિભાગે નાની ભૂલોમાં જપ્તી થઇ શકશે નહીં, પરંતુ સ્પષ્ટ ટેક્સ ચોરીના ગંભીર કેસોમાં જ Sec.130 લાગુ કરવો પડશે અને આવા કેસોમાં જ જપ્તીની કાર્યવાહી થઇ શકે છે. આ સાથે જ, કાર્યવાહી સમયમર્યાદામાં અને કારણસભર હોવી પણ અનિવાર્ય બનશે. એકંદરે આ ચુકાદો વેપારજગતને ફાયદાકારક સાબિત થશે.
