જી.એસ.ટી. રિટર્નમાં આવી ગયો છે બદલાવ!! RCM તથા અન્ય ITC હવેથી આપવી પડશે અલગ અલગ..

0
Spread the love
Reading Time: < 1 minute

RCM તથા અન્ય ITCની ઓપનિંગ બેલેન્સ બાબતે પણ 31.10.2024 સુધીમાં પોર્ટલ ઉપર આપવાની રહેશે વિગતો.

તા. 29.08.2024: જી.એસ.ટી. પોર્ટલ ઉપર મહત્વનો ફેરફાર લાગુ કરી હવે ભરેલ RCM દ્વારા મેળવવાની થતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તથા અન્ય ઈન્પુટ ટેક્સ ક્રેડિટની માહિતી અલગ અલગ આપવાની થશે. આ બાબતે કરવામાં આવેલ મહત્વના સુધારા અન્વયે, કરદાતાએ પોતાની RCM ચુકવણીની જવાબદારી અંગે મેળવવાની થતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ 4A(3) માં તથા પોતાને મળવા પાત્ર અન્ય ઈન્પુટ ટેક્સ ક્રેડિટ 4A(4) માં દર્શાવવાની થશે. માસિક રિટર્ન ભરતા કરદાતાઑ માટે ઓગસ્ટ 2024ના રિટર્નથી આ સુધારો લાગુ થઈ જશે જ્યારે ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓ માટે આ સુધારો જુલાઇ થી સપ્ટેમ્બર માટેના બીજા ક્વાટરના રિટર્ન સાથે આ સુધારો લાગુ થઈ જશે. આ સુધારા સંદર્ભે કરદાતા જી.એસ.ટી. પોર્ટલ ઉપર login કરી યુઝર સર્વિસમાં જઇ લેજર વિકલ્પ હેઠળ “RCM Liability/ITC Statement” માં જઇ આ રિપોર્ટ જોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કરદાતા દ્વારા RCM અલગથી રિપોર્ટ કરવાની આ પદ્ધતિમાં શરૂઆતનું બેલેન્સ અપડેટ કરવા પણ કરદાતાને જણાવવામાં આવ્યું છે. કરદાતા પોતાના રિટર્નમાં કોઈ RCM ક્રેડિટ ક્લેઇમ કરવાની બાકી હોય તો ઓપનિંગ RCM Liability/ITC Statement માં આ રકમ નાંખી શકે છે. આ ઉપરાંત કરદાતાને RCM ભરવાનો બાકી હોય તો તેઓ આ જ સ્ટેટમેન્ટમાં આ ભારવપાત્ર રકમ “નેગેટિવ” માં આ રકમ નાંખી શકે છે. આ રીતે શરૂઆતની બાકી રિપોર્ટ કરવા માટે માસિક રિટર્ન ભરતા કરદાતાઓ માટે જુલાઇ 2024નું રિટર્ન ધ્યાને લેવાનું રહેશે જ્યારે ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓએ એપ્રિલ થી જૂન ક્વાર્ટરનું રિટર્ન ધ્યાને લેવાનું આવશે. આ રીતે શરૂઆતની બાકી રિપોર્ટ કરવાની સમયમર્યાદા 31.10.2024 સુધીની રહેશે. આ શરૂઆતની બાકી રિપોર્ટ કરવામાં કોઈ શરત ચૂક થયેલ હોય તો કરદાતા આ ભૂલ 30.11.2024 સુધી સુધારી શકશે.

દરેક કરદાતા, એકાઉન્ટન્ટ, ટેક્સ પ્રોફેશનલ્સ તથા તેમના સ્ટાફ દ્વારા આ બાબતની ગંભીરતા સમજી, તેઓના દ્વારા ભરવામાં આવતા ઓગસ્ટ અને ત્યારબાદના માસિક રિટર્ન અને જુલાઇ-સપ્ટેમ્બર ના ત્રિમાસિક રિટર્નમાં યોગ્ય સુધારો કરવો જરૂરી બનશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
18108