બજેટ 2023 માં ઇન્કમ ટેક્ષ ની સેકશન 48 માં થયેલ પ્રસ્તાવિત ફેરફારની સરળ સમજુતી
Reading Time: 2 minutes
તા: 19/03/2023
By Prashant Makwana
- પ્રસ્તાવના
બજેટ 2023 માં ઇન્કમ ટેક્ષ ની સેકશન 48 માં એક ક્લોજ ઉમેરવામાં આવ્યો છે તેની સરળ ભાષામ સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે
- ઇન્કમટેક્ષ ની સેક્સન 48 માં કેપિટલ ગેઇન કેવી રીતે ગણવો તેના માટે છે. સેક્સન 48 મુજબ કોઈ મિલકત ના વેચાણ કરવાથી જે રકમ મળી છે તેમાંથી તેની પડતર કીમત અને મિલકત માં કોઈ સુધારો કરાવ્યો હોય તો તેની કીમત બાદ કરી એટલે કેપિટલ ગેઇન કેટલો થાય તે ખબર પડે.
- ઘણી વખત ટેક્ષપેયર ઘર ખરીદવા માટે જે હોમલોન લીધેલી હોય છે તે તેના વ્યાજ ને પડતર કીમત માં પણ ઉમેરે છે અને હોમલોનના વ્યાજ ને સેક્સન 24(B) મુજબ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી માં પણ બાદ લે છે.
- તેથી આ ડબલ ડીડકસન ક્લેમ ના થાય તેના માટે સેક્સન 48 માં એક ક્લોજ ઉમેરવામાં આવ્યો છે. જે મુજબ જે હોમલોનનું વ્યાજ સેક્સન 24(B) મુજબ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી માં બાદ લીધેલ હશે તે વ્યાજ ને સેક્સન 48 મુજબ ઘર ની પડતર કીમત માં ઉમેરી નહિ શકી.
- ઉદાહરણ: આ ઉદાહરણ માં આપડે શોર્ટ ટેર્મ કેપિટલ ગેઈન છે તેમ ધારી લય છી.
મકાન ની પડતર કીમત | 10,00,000/- |
લોન નું વ્યાજ | 5,00,000/- |
- 5,00,000/- માંથી 2,00,000/- સેક્શન 24(B) મુજબ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી માં બાદ લીધેલ છે.
- આ મકાન નું 17,00,000/- માં વેચાણ કરવામાં આવે તો તેમાં કેપિટલ ગેઈન નીચે મુજબ થાય.
મકાન ની વેચાણ કીમત | 17,00,000/- | |
મકાન ની પડતર કીમત | 10,00,000/- | |
લોન નું વ્યાજ | 3,00,000/- | |
ટોટલ | 13,00,000/- | |
શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન | 4,00,000/- |
- આપડે ઉદાહરણ મા જોયું તે મુજબ જે લોન નું વ્યાજ સેક્શન 24(B) મુજબ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી માં બાદ લીધેલ છે તે વ્યાજ ને મકાન ની પડતર કીમત માં ઉમેરી નો શકાય.
- જે કરદાતા નવી ટેક્ષ સિસ્ટમ માં ટેક્ષ ભરે તે કરદાતા ને ફાયદો થશે કારણ કે નવી ટેક્ષ સીસ્ટમ માં સેક્શન 24(B) માં હોમ લોન નું વ્યાજ બાદ નથી મળતું તેથી બધું જ લોન નું વ્યાજ મકાન ની પડતર કીમત માં ઉમેરી ને કેપિટલ ગેઈન ઓછો કરી શકશે.
(લેખમાં રજૂ કરવામાં આવેલ વિચારો લેખકના આ જોગવાઇઓ પ્રત્યે અંગત મત છે.