01 મેથી GSTR 1 ભરવામાં આવ્યો છે આ મહત્વનો ફેરફાર: આ ફેરફાર જોવો છે જરૂરી

0
Spread the love
Reading Time: 3 minutes

By Amitbhai Soni, Advocate, Nadiad

તા ૦૧/૦૫/૨૦૨૫ થી જીએસટી કાયદા અન્વયે જીએસટીઆર – ૧ ના ટેબલ નંબર ૧૩ માં  અને ટેબલ 12 અન્વયે થયો છે મહત્વનો સુધારો:.

તા. 11.05.2025: હાલ જીએસટીઆર-૧ માં જીએસટી અમલ થી ટેબલ નંબર ૧૩ માં ડૉક્યુમેન્ટ ની વિગતો અપલોડ કરવાની હતી પણ ઘણા વેપારીના કિસ્સામાં આ વિગતો ઘણી વખત લખ્યા વગર અપલોડ થઈ જતી હતી પરંતુ જીએસટીએન દ્વારા તા ૦૧/૦૫/૨૦૨૫ થી પોર્ટલ ઉપર ટેબલ નંબર ૧૩ (ડૉક્યુમેન્ટ સમરી )ફરજિયાત અપલોડ કરવાની છે અન્યથા જીએસટીઆર-૧ ઓનલાઇન સબમિટ નહીં થાય. હવે ટેબલ નંબર ૧૩ (ડૉક્યુમેન્ટ સમરી) સમજીએ. અહી ૧૨ જેટલા વ્યવહાર ની વિગતો આપવાની છે.

1.Invoice for outward supply અહી જે વેપારી ટૅક્સ ઇન્વોઇસ અને બિલ ઓફ સપ્લાય (માફી) વેચાણ ના વ્યવહાર માટે વેચાણ બિલ ની સંખ્યા આપવાની છે.

  1. Invoice for inward supply from unregistered Person અહી જે વેપારી બિન નોધાયેલ (URD) વેપારી પાસે થી કોઈ માલ કે સેવા પર રિવર્સ ચાર્જ (RCM) ભરવાનો થતો હોય તેવા વ્યવહાર માટે સેલ્ફ ઈન્વોઈસ કમ પેમેંટ વાઉચર બનાવવાનું છે અને જેની સંખ્યા બતાવવાની છે. વધુમાં આ જ સંખ્યા નીચે સિરિયલ નંબર ૭ (Payment Voucher) માં પણ બતાવવાની છે. ટુકમાં પોઈન્ટ ૨ અને ૭ ની સંખ્યા સરખી રહેશે.
  2. Revised Invoice – જે વેપારી નુ ટર્નઓવર નિયત મર્યાદા કરતા વધી જાય અને નોધણી નંબર મોડો આવે તેવા કિસ્સા માં વેપારી નુ ટર્નઓવર વધે થી નોધણી નંબર મેળવ્યા તારીખ સુધીમાં કરેલા વેચાણ બિલો ફરીથી રિવાઈજડ બિલો બનાવી ને અપલોડ કરે તેની સંખ્યા આપવાની છે.
  3. Debit Note – અહી ફકત વેચાણના વ્યવહાર ને લગતી જ ડેબિટ નોટ નંબરની સંખ્યા આપવાની છે. વધુમાં અહી ખરીદી ની ડેબિટ નોટ દર્શાવવાની નથી.
  4. Credit Note – અહી ફકત વેચાણ ના વ્યવહાર ને લગતી જ ક્રેડિટ નોટ નંબર ની સંખ્યા આપવાની છે. વધુમાં અહી ખરીદી ની ક્રેડિટ નોટ દર્શાવવાની નથી.
  5. Payment Voucher અહી જે બિન નોધાયેલ વેપારી (urd) પાસે ખરીદ પાસે ખરીદ કરેલ હોય અને તેનુ સેલ્ફ ઇનવોઇસ વોઇસ કમ પેમેંટ વાઉચર બનાવેલ છે તે માટે આ વાઉચર બતાવવાનું નથી પરંતુ નોધાયેલ વેપારી પાસે રિવર્સ ચાર્જનુ બિલ મળેલ હોય તો તેનુ પેમેંટ કરેલ હોય તેવા વ્યવહારમાટે આ વાઉચર બનાવી ને તેની સંખ્યા આપવાની છે.
  6. Receipt Voucher જે વેપારી ને સેવા માટે એડવાન્સ નાણાં મળે ત્યારે આ વાઉચર બનાવવાનુ છે અહી જો કોઈ વેપારી ને માલ માટે એડવાન્સ મળે તેને આ વાઉચર બનવાનુ નથી આમ ફકત સેવા ના વ્યવહાર માટે એડવાન્સ વાઉચર ની સંખ્યા આપવાની છે.
  1. Refund Voucher અહી વેપારી ને સેવા ના ઓર્ડર પેટે નાણાં મળે અને તેનુ રિસીપ્ટ વાઉચર બનાવેલ હોય અને તે ઓર્ડર કોઈપણ કારણસર કેન્સલ થાય ત્યારે નાણાં પરત કરવા માટે રિફંડ વાઉચર બનવાનુ હોય છે માટે અહી એડવાન્સ ઓર્ડર પેટે નાણાં પરત ના કિસ્સા માં આ વાઉચર ની સંખ્યા આપવાની છે.
  2. Delivery Challan for Job work અહી જે વેપારી પોતાના માલ ને બહાર જોબ વર્ક માટે મોકલે છે તેવા વ્યવહાર માં ડિલિવરી ચલણ પર મોકલેલ માલના ડિલિવરી ચલણ ની સંખ્યા આપવાની છે. ટુકમાં આઉટવર્ડ જોબવર્ક ના વ્યવહાર માટે લાગુ પડે છે.
  3. Delivery challan for supply on approval– અહી જે વેપારી ડિલિવરી ચલણ પર માલ કે સેવા પૂરી પાડતા હોય અને આવા વ્યવહાર એપ્રુવ કરી ડિલિવરી મેળવતા હોય તેવા વ્યવહાર ની સંખ્યા આપવાની છે. આ વ્યવહાર બહુ ઓછા વેપારીઑ ને લાગુ પડે છે.
  4. Delivery challan in case of liquid Gas જે વેપારી લિક્વિડ ગેસ નો ધંધો કરે છે તેવો ડિલિવરી ચલન પર માલ મોકલેલ છે પછી થી તેના વેચાણ બિલ બનાવે છે તેવા વ્યવહાર ની સંખ્યા આપવાની છે. આ વ્યવહાર લિક્વિડ ગેસ ના ઉત્પાદકો અને ફરી વિક્રેતા ને લાગુ પડે છે
  5. Delivery challan In cases other than way of Supply (excluding at s.no.9 to 11)

      અહી ઉપરોકત સિરિયલ નંબર ૯ થી ૧૧ સિવાય ના વ્યવહાર માટે ની સંખ્યા આપવાની છે. ટૂકમાં ટેબલ Outward Liability ના સંદર્ભ ના વ્યવહારો ના બિલો ની સંખ્યા આપવાની છે.

ટેબલ નંબર 12 (HSN SUMMARY ) ને લગતા સુધારા

૫ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા કરદાતાઓ.

માલ અને સેવાઓ માટે 4-અંકના HSN કોડવાળી વિગતો ફરજિયાત આપવાની છે.

HSN અથવા વર્ણન અને દાખલ કરવા માટે મેન્યુઅલ એન્ટ્રી કરી શકાતી હતી તેમાં હવે થી ડ્રોપન બોક્ષ માં સિલિકેટ કરીને એન્ટ્રી થશે તેમજ  માલ અને સેવાના વર્ણન મેન્યૂઅલ નહીં લખી શકાય.

૫ કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ.

માલ અને સેવાઓ માટે 6-અંકના HSN કોડવાળી વિગતો ફરજિયાત આપવાની છે.

HSN અથવા વર્ણન અને દાખલ કરવા માટે મેન્યુઅલ એન્ટ્રી કરી શકાતી હતી તેમાં હવે થી ડ્રોપન બોક્ષ સિલિકેટ કરીને એન્ટ્રી થશે અને માલ ના વર્ણન મેન્યૂઅલ નહીં લખી શકાય

અહી વધુમાં ટેબલ 12 માં B2B & B2C ના વેચાણબિલ ની HSN SUMMARY અલગ થી આપવાની છે.

આ સુધારા સાથે હવે કરદાતાઓએ GSTR 1 ભરવું જરૂરી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!