ઇન્કમ ટેક્સ હેઠળ ઓડીટ ઓનલાઈન રજુ કરવાની મુદતમાં ૩૧ ઓક્ટોબર સુધી વધારો

૩૦ સપ્ટેમ્બરે દાખલ કરવાના થતા ઓડીટ રીપોર્ટ હવે ૩૧ ઓક્ટોબર સુધી રજુ કરી શકાશે ઓનલાઈન: ટેક્સ પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર
તા. ૨૫.૦૯.૨૦૨૫: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ધંધાકીય એકમો, ટ્રસ્ટ વગેરે દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ઓડીટ રીપોર્ટ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં રજુ કરવાના થતા હતા. આ ઓડીટ રીપોર્ટ દાખલ કરવાની મુદતમાં ૩૧ ઓક્ટોબર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ મુદતમાં વધારો કરવા અંગે અનેક હાઈકોર્ટમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રોફેશનલ્સ સહીત અનેક વ્યવસાયિક અને વેપારી સંગઠનો દ્વારા રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ અંગે ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDT દ્વારા મુદત વધારા અંગે પ્આરેસ રીલીઝ્ બહાર પાડી ટેક્સ પ્રોફેશનલ્સ તથા ટેક્સ પેયર્સ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે