ઇન્કમ ટેક્સ સાઇટના ધાંધીયા માટે ઈન્ફોસિસના MD ને નાણાંમંત્રી સમક્ષ હાજર થવા ફરમાન
23 ઓગસ્ટના રોજ ઈન્ફોસિસના MD તથા CEO સલિલ પારેખને પોર્ટલની ટેકનિકલ ક્ષતિઓ શા માટે દૂર નથી થઈ તે અંગે માંગવામાં આવશે જવાબ
તા. 22.08.2021: ઇન્કમ ટેક્સનું નવું પોર્ટલ 07 જૂન 2021 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતી. આ સાઇટના ડેવલોપમેંટ પાછળ દેશની દિગ્ગજ IT કંપની ઈન્ફોસિસને ખૂબ મોંઘો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો. આજે અઢી મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં પણ ઇન્કમ ટેક્સનું આ નવું પોર્ટલ ભરપૂર ક્ષતિઓથી ભરેલું છે. અવારનવાર શોશીયલ મીડિયા ઉપર ઈન્ફોસિસ અને ઇન્કમ ટેક્સ પોર્ટલ અંગેના ટેકનિકલ ક્ષતિઓ અંગેના પ્રશ્નો વિવિધ રીતે કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત જ્યારે નજીક આવી રહી છે ત્યારે હજુ પોર્ટલ સારી રીતે ક્ષતિઓ વગર ચાલતું ના હોવાથી કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ ખૂબ પરેશના છે. ત્યારે હવે આ ફરિયાદો બાબતે ઈન્ફોસિસના ટોચના અધિકારીને નાણાંમંત્રી સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. ઈન્ફોસિસના MD સલિલ પારેખને પોર્ટલની ટેકનિકલ ગલિચના કારણો વિષે નાણામંત્રને અવગત કરાવવા જણાવવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ મુલાકાત ઉપર કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ મિટ માંડીને બેઠા છે. જોકે અનુભવી ટેક્સ પ્રોફેશનલ્સનો એક વર્ગ એવું માને છે કે આ પ્રકારની મુલાકાતો મોટાભાગે લીપાપોથી સાબિત થતી હોય છે અને ઈન્ફોસિસના અધિકારી એક કે બે અઠવાડીયામાં આ ટેકનિકલ ક્ષતિઓ દૂર થવા અંગે આશ્વાસન આપી દેશે અને ફરી ઘી ના ઠામ ઘી માં પડી જશે!! કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા આ અઢી મહિનામાં જે માનસિક પીડા ભોગવવામાં આવી છે તેનું શું??? શું આ અંગે ઈન્ફોસિસ જાહેરમાં આ ટેકનિકલ ગલિચ સ્વીકારી કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સની માફી માંગશે???? આ પ્રશ્ન પણ હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે