પોર્ટલ પર જ અપલોડ કરાયેલા આદેશથી વેપારી અજાણ રહ્યો; ₹5,000 દંડ સાથે અપીલ ફરીથી સુનાવણી માટે મોકલાઈ
મુખ્ય મુદ્દા
લક્કી ટ્રેડર્સ સામે 2020-21 સામે આકારણી આદેશ માત્ર GST પોર્ટલ પર અપલોડ થયો હતો.
વેપારીને ભૌતિક (ફીઝીકલ) નકલ ન મળતાં તેઓ સમયસર અપીલ કરી શક્યા નહીં.
અપીલ દાખલ કરવા 129 દિવસનો વિલંબ થયો, જેને અપીલ અધિકારીએ સ્વીકાર્યો ના હતો.
મદ્રાસ હાઇકોર્ટએ વિલંબ “યુક્તિસંગત” ગણાવી માફ કર્યો.
આ અપીલ સ્શવીકારવાની શરત સ્રવરૂપે કરદાતાને ₹5,000 સરકારી નેચરોપેથી મેડિકલ કોલેજને જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ચુકાદાનો સાર
ચેન્નાઈ સ્થિત લક્કી ટ્રેડર્સ પર 2020-21 માટે કર આકારણી આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. શો-કોઝ નોટિસ અને આદેશ GST પોર્ટલ પર અપલોડ થયા હતા, પરંતુ વેપારીને તેની કોઈ ભૌતિક (ફીઝીકલ) નકલ મળી નહોતી. પરિણામે, તેઓને આદેશ વિશે જાણ ત્યારે થઈ જ્યારે ટેક્સ વસૂલાતની નોટિસ આવી.
તે બાદ વેપારીએ અપીલ કરી, પણ તેમાં 129 દિવસનો વિલંબ રહ્યો. અપીલ અધિકારીએ આ વિલંબને કારણે અરજી ફગાવી દીધી.
જસ્ટિસ કૃષ્ણન રમાસામીની બેંચ દ્સ્પવારા ષ્ટ કર્યું કે આદેશની માત્ર ઑનલાઇન અપલોડિંગ પૂરતી નથી; કરદાતાને યોગ્ય નોટિસ આપવી જરૂરી છે. તેથી, કરદાતાના વિલંબનું કારણ “ગંભીર અને વ્યાજબી” છે.
કોર્ટએ અપીલ અધિકારીનો આદેશ રદ્દ કરી વિલંબ માફ કર્યો અને કેસ ફરી સુનાવણી માટે મોકલ્યો. જોકે શરતરૂપે કરદાતાને ₹5,000 સરકારી નેચરોપેથી મેડિકલ કોલેજને બે અઠવાડિયામાં જમા કરાવવા આદેશ કરી ટોકન પેનલ્ટી પણ કરી આપી હતી.
નિષ્ણાતોની પ્રતિભાવ
ટેક્સ નિષ્ણાતોના મતે, આ ચુકાદો એ દર્શાવે છે કે ફક્ત પોર્ટલ પર અપલોડ દ્વારા કરદાતાને “યોગ્ય નોટિસ” મળતી નથી. ભવિષ્યમાં આવા કેસોમાં કરદાતાઓને ન્યાયસંગત તક મળશે.