મારવાડી યુનિવર્સિટી દ્વારા લો ફેકલ્ટી માટેના અદ્યતન Moot Court નું કરવામાં આવ્યું ઉદ્ઘાટન
જસ્ટિસ એમ.આર. શાહ ( સુપ્રિમ કોટૅ ) અને ન્યાયમૂર્તિ આઈ.જે.વોરા ( ગુજરાત હાઈકોર્ટ ) રહ્યા ખાસ ઉપસ્થિત
આજ રોજ તારીખ 14 ઓગસ્ટ , 2021 ના રોજ રાજકોટ ની મારવાડી યુનિવર્સિટી ની કાયદા શાખા દ્વારા મુટ કોટૅ હોલ નુ ઉદધાટન રાખવામા આવેલુ હતુ.
આ મુટકોટૅ હોલ ના ઉદધાટન માટે મુખ્ય અતિથિ તરીકે ભારતની સુપ્રિમ કોટૅ ના ન્યાયમૂર્તિ એમ.આર.શાહ અને ગુજરાત હાઈકોટૅ ના ન્યાયમૂર્તિ આઈ.જે.વોરા એ હાજરી આપી હતી.
આ કાયૅક્રમ ની અંદર ન્યાયમૂર્તિ એમ.આર.શાહ એ નીચે મુજબ ના અગત્યના સંબોધન કરેલા જેને જાણવા અને માણવા એક લહાવો કહી શકાય.
●સૌ પ્રથમ તો ન્યાયમૂર્તિ એમ.આર.શાહ એ મારવાડી યુનિવર્સિટી અંગે વાત કરતા જણાવ્યુ કે ખુબ જ ટુકા સમયગાળાની અંદર મારવાડી યુનિવર્સિટી એ ભવ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને અને સાથે-સાથે ઉચ્ચા સ્તર નુ શિક્ષણ આપતી સંસ્થા બનીને ખુબ જ વખાણવા લાયક કાયૅ કરેલુ છે.
●ન્યાયમૂર્તિ એમ. આર.શાહએ કાયદા ની જાણકારી ની મહત્વતા અંગે વાત કરી હતી. ન્યાયમૂર્તિ એ આ અંગે વધુમા કહયુ કે જયારે કોઈ પણ અરજદારો કોટૅ પાસે જાય છે ત્યારે કોટૅ હંમેશા એવુ માને છે કે તેઓ ને લાગુ પડતા કાયદા અંગે જાણકારી છે/હતી કારણ કે Ignorance of Law is not excuse.
●આ ઉપરાંત કાયદા ની મહત્વતા અંગે વધુમા વાત કરતા જણાવ્યુ કે જો કાયદો ખબર હશે તો કાયદા હેઠળ મળ્તા હકકો ની માગ સાથે વ્યકિત કોટૅમા જઈ શકશે અને તેનો લાભ લઈ શકશે. ( જયા હકકો મળ્વામા કોઈ અન્યાય થયો હોય ત્યા )
● ન્યાયમૂર્તિ એમ.આર.શાહ એ નાગરિક ને મળ્તા મુળભુત અધિકારો અને ફરજો અંગે વાત કરી હતી. તેઓએ આ અંગે વધુ વાત કરતા જણાવ્યુ કે મોટાભાગના લોકો પોતાના બંધારણીય અધિકારો અંગે વાત કરતા હોય છે , પરંતુ સાથે – સાથે એ પણ જોવુ જરુરી છે કે કોઈ એક નાગરિક ને મળ્તા અધિકારો એ બીજા નાગરિક ને મળ્તા અધિકારો પર અવરોધ ના હોય અને જો એવુ હોય તો કાયદો એ અંગે તમને પરવાનગી ના આપી શકે.
●ન્યાયમૂર્તિ એમ.આર.શાહ એ મીડિયા ને યાદ કરતા કહ્યું કે આજના સમયમા મીડિયા દેશ અને વિશ્ર્વમા ખુબ શકિતશાળી છે એટલે એમને પણ યાદ કરવા જરુરી છે.
●ન્યાયમૂર્તિ એમ.આર.શાહે એ પોતે જે બેન્ચમા રહીને HUF મા Co-Parcener તરીકે દીકરી ને પણ હિસ્સો મળ્વો જોઈએ એ અંગે ના ચુકાદાને યાદ કરતા કહયુ કે દીકરીઓ એ લક્ષ્મીજીનુ રુપ કહેવાય અને તેમને ન્યાય આપ્યાની તેમની ખુશી છે.તેઓ એ આ અંગે વધુમા વાત કરતા કહયુ કે તેઓ હંમેશા તેવુ માને છે કે સમાજમા સ્ત્રી અને પુરુષ બંને એક સમાન ધોરણે છે એટલે સ્રીઓ ને કોઈ પણ જાતનો ( જાતીય ) અન્યાય થવો ના જોઈએ. ( Vineet Sharma vs. Rakesh Sharma )
● છેવટે ન્યાયમૂર્તિ એમ.આર.શાહે પોતાનુ સંબોધન પુરુ કરતા વાત કરી હતી કે ધણી વખત કાયદાકીય સહાય ના અભાવે પણ સામાન્ય અને ગરીબ નાગરિકો ને ધણી તકલીફો ભોગવવી પડતી હોય છે .સામાન્ય અને ગરીબ લોકો ને ન્યાય મળી રહે અને અન્યાય ના સહન કરવો પડે તે હેતુથી કાયદા ના સ્ટુડન્ટસ અને વકીલો ને સમાજ સુધારાકીય ( કાયદાકીય ) પ્રવૃત્તિ મા જોડાવા આહવાના કરેલુ.
● આ ઉપરાંત તાજેતરમાં કાયદા માં આવેલ ફેરફાર બાબતે ત્રણ વિષય પર સેમિનાર નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગ્રાહક સુરક્ષા કાયદા ના ફેરફારો, નવો મજુર સુરક્ષા ધારો અને તેની અસરો, નવો ગણોત ધારા ઉપર વકતાઓ એ પોતાનું વ્યાખ્યાન આપેલ હતું.
● અંંતમા ફેકલ્ટી ઓફ લો ના ડીન રિષીકેશ દવે સાહેબે વોટ ઓફ થેક્સ માં સુપ્રીમ કોર્ટ ના ન્યાયમૂર્તિ એમ. આર. શાહ, ગુજરાત હાઇકોર્ટ ના ન્યાયમૂર્તિ આઇ .જે. વોરા, હાજર રહેલા અન્ય તમામ અને વિધાર્થીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
● આજ ના આ કાર્યક્રમમાં આ ઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ ના જજ શ્રી દેશાઇ સાહેબ, બાર કાઉન્સિલ ગુજરાત ના મેમ્બર દીલીપભાઇ પટેલ, વકીલ મીત્રો, મીડિયા ના મીત્રો, કેતનભાઇ મારવાડી -પ્રમુખશ્રી, જીતુભાઈ ચંદારાણા – ઉપ પ્રમુખશ્રી, પ્રો. ડો. સંચેતી – કુલપતિશ્રી, વિધાર્થી મીત્રો તથા એમના વાલીઓ એ હાજરી આપી હતી.
● મારવાડી યુનિવર્સિટી સૌરાષ્ટ્રની એક માત્ર એવી યુનિવર્સિટી છે જે લો માં ૫ વર્ષ નો ઈન્ટીગ્રેટેડ હોનર્સ કોર્સ ઓફર કરે છે. આ યુનિવર્સિટી ગુજરાત ની એક માત્ર યુનિવર્સિટી છે જે NAAC A+ ગ્રેડ ધરાવે છે. મારવાડી યુનિવર્સિટીમાં બી.કોમ એલ.એલ.બી (હોનર્સ) અને બી. એ. એલ. એલ. બી (હોનર્સ) માં ઓફર કરવામાં આવે છે. આ કોર્ષમા ૧૦ સેમેસ્ટર હોય છે એટલે કે ૫ વર્ષ નો આ કોર્સ છે. વિધાર્થીઓને આ કોષૅ ની અંદર નીચલી અદલાતો થી લ ઈને દેશની વડી અદાલત સુધી ના કેસો માટે વકીલ નીચે ઈનટનૅ તરીકે લહાવો લેવાનો અનુભવ મળે છે.
– લલીત ગણાત્રા ( એડવોકેટ ) સાથે ભાગૅવ ગણાત્રા ( CA સ્ટુડન્ટ ) , જેતપુર