મહેસાણા મહા-નગર ખાતે MSTBA ની AGM તથા સેમિનાર સફળતાપૂર્વક યોજાયો…

025મહેસાણા, તા. 06/05/2025
મહેસાણા મહા-નગર ખાતે મહેસાણા સેલ્સટેક્ષ બાર એસોસિએશન દ્વારા વર્ષ 2024-25 માટેની વાર્ષિક સામાન્ય સભા (AGM) તા. 06 મે 2025 ના મંગળવારના રોજ સાંજે 4:30 કલાકે “હોટેલ એલિનોર”, રાધનપુર રોડ, મહેસાણા ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં પુલગાવમાં મરણ પામેલ આપણાં દેશવાસીઓના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી તમામ હાજર સભ્યોએ શ્રદ્ધાંજલિ. ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆતમાં વર્ષ દરમ્યાન એસોસિએશન દ્વારા કરવામાં આવેલ કાર્યોનું વાંચન કરવામાં આવ્યું હતું અને હિસાબી માહિતી રજૂ કરાઈ હતી. ત્યારબાદ નવી કાર્યકારિણીની પસંદગી કરવામાં આવી હતી. મહેસાણા સેલ્સટેક્ષ બાર એસોસિએશનની AGM થયેલ જેમાં સર્વસંમતિથી વર્ષ ૨૦૨૫-૨૬ તથા ૨૦૨૬-૨૭ માટે શ્રી પ્રવીણભાઈ નાયક(પ્રમુખ), શ્રી રોનક્ભાઇ શાહ (ઉપપ્રમુખ), શ્રી દેવાંગભાઈ પટેલ (સેક્રેટરી) અને શ્રી હેમલભાઈ છાબડા(જોઈન્ટ સેક્રેટરી) હોદેદારોની વરણી થયેલ છે.
AGM બાદ સાંજે 5:00 થી 6:30 કલાક દરમિયાન શ્રી આશિષભાઈ મોદીની ટીમના આકાશભાઈ જોષી અને ભિનંગ કોન્ટ્રાકટરએ “SCIGST” સોફ્ટવેરની ખૂબ જ ઉપયોગી તથા જાણકારીસભર માહિતી આપી હતી અને સાથે સાથે સોફટવેર બાબતે સલાહ-સૂચન કરવાં અનુરોધ કરેલ. આમ, છેલ્લે પ્રશ્નોતરીના પડાવ માં તમામ સભ્યો એ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પ્રશ્નો નું નિવાકર મેળવ્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના સભ્યોની ઉપસ્થિતિ ઉત્સાહભેર રહી હતી અને અંતે ભવ્ય ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ શ્રી કિરીટકુમાર પટેલ તથા મહામંત્રી શ્રી રોનકભાઈ શાહે તમામ સભ્યોનો, વક્તાનો તથા આયોજક સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં વધુ આવું જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી કાર્યક્રમો આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
- હર્ષદ ઓઝા (મોબાઈલ નંબર : ૯૪૨૬૧૭૬૭૯૭) મહેસાણા/પાલનપુર (ઉત્તર ગુજરાત ઝોન)