જુનાગઢ મુકામે યોજાશે નેશનલ ટેક્સ કોન્ફરન્સનું થશે આયોજન
જુનાગઢના જાણીતા એડવોકેટ સમીરભાઈ જાની ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સના “નેશનલ પ્રેસિડંટ” તરીકે લેશે સપથ
તા. 09.12.2024: જુનાગઢની હોટેલ ફર્ન ખાતે 14 અને 15 ડિસેમ્બર ના રોજ સમગ્ર દેશના ટેક્સ પ્રોફેશનલ્સ ઉપસ્થ્તિ રહેશે. આ દિવસોમાં જુનાગઢ 27 માં નેશનલ કન્વેનશનનું આયોજન કરવાનું સૌભાગ્ય મેળવશે અને જુનાગઢના પનોતા પુત્રને આ ભૂમિ પર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સપથ લેવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થશે . ઉલ્લેખનીય છે કે સમીરભાઈ જાની ગુજરાતના પહેલા વ્યક્તિ હશે જે આ પ્રતીસ્થિત સંસ્થાના નેશનલ પ્રેસિડન્ટ બનશે. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા આ નેશનલ ટેક્સ કોન્ફરન્સ આયોજન ટેક્સ એડવાઇઝર એસોસીએશન જુનાગઢ તથા ગિર સોમનાથ ટેક્સ બાર એસોસીએશન ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થા સમગ્ર દેશની સૌથી મોટુ ટેક્સ પ્રોફેશનલ્સનું સંગઠન છે જે સમગ્ર દેશના 29 રાજ્યો અને 3 કેન્દ્ર શાશીત પ્રદેશમાં પોતાના સભ્યો ધરાવે છે. છેલ્લા 48 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને કરવેરા અંગેના વિવિધ મુદ્દા પર સરકાર સાથે નિયમિત પરામર્શ કરતી રહે છે.
જુનાગઢ ખાતે યોજાનાર આ નેશનલ ટેક્સ કોન્ફરન્સમાં દેશભરના ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા ટેક્સેશનના વિવિધ વિષય ઉપર આ બે દિવસ ગહન અભ્યાસ કરવામાં આવશે. દેશના નામી ટેક્સ પ્રોફેશનલ્સ સિનિયર એડવોકેટ અરવિંદ દાતાર, પદમચંદ ખીંચા, ડો. ગિરીશ આહુજા, કેવિન ગુલતી, સૌરભ સોપારકાર, ઉચિત શેઠ, અભય દેસાઇ વગેરે ઉપસ્થિત રહેશે અને ડેલિગેટ્સને માર્ગદર્શન આપશે. આ કાર્યેક્રમમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ભાર્ગવ કારિયા, જસ્ટિસ પ્રણવ ત્રિવેદી, ગૌહાતી હાઇકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સાયકયા અને સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ જસ્ટિસ અનિલ આર. દવે ઉપસ્થિત રહેશે. આ કાર્યેક્રમમાં સમગ્ર દેશ માંથી 500 થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે. આ કાર્યેક્રમના આયોજન અંગે તારીખ 07 ડિસેમ્બર 2024 ના હોટેલ ઇન્દ્રલોક ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતાં હાલના AIFTP ના ડે. નેશનલ પ્રેસિડન્ટ અને આ કોન્ફરન્સમાં નેશનલ પ્રેસિડંટની સપથ લેનાર જુનાગઢના જાણીતા એડવોકેટ સમીરભાઈ જાની દ્વારા ટેક્સ ટુડે પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યુ હતું કે જુનાગઢ જેવા સૌરાષ્ટ્રના એક ગામમાંથી આજે દેશના સર્વોચ્ચ ટેક્સ પ્રોફેશનલ્સના પ્રમુખ તરીકે શપથ લેવાનો પ્રવાસ ખૂબ લાંબો અને મહેનતભર્યો રહ્યો છે. આ સમગ્ર પ્રવાસ દરમ્યાન અનેક નામી અનામી લોકોએ સહકાર આપ્યો હોવાની નોંધ તેઓ દ્વારા લેવામાં આવેલ હતી. આ સફરમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો જેમને આ વિરલ સફળતામાં તેઓનો સાથ આપ્યો હતો. આ કોન્ફરન્સના આયોજન માટે છેલ્લા કેટલાક સમયથી અવિરત કાર્યરત એવા ટેક્સ એડવોકેટ એસોસીએશનના જુનાગઢના સભ્યોનો પણ આ તકે ખાસ આભાર માન્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સના સફળ આયોજન મીડિયા કમિટીના હેમંગ શાહ અને તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમીરભાઈ જાની દ્વારા મીડિયા પ્રતિનિધિઑને આ કોન્ફરન્સમાં સામેલ થવા વિશેષ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે