GST REGISTRATION ની પ્રક્રિયા માં થયેલ ફેરફાર ની સરળ ભાષામાં સમજુતી

0
Spread the love
Reading Time: 3 minutes

 

 

 

 

 

By Prashant Makwana, Tax Advocate

તારીખ : 05/11/2025

  • પ્રસ્તાવના

56 મી GST કાઉન્સિલ ની મીટીંગ માં થયેલ જાહેરાત મુજબ GST રજીસ્ટ્રેસન ની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે અત્યાર સુધી આપણે જોયું છે કે GST રજીસ્ટ્રેસન માટે અંદાજીત 30 દિવસ જેટલો સમય લાગતો હતો જેથી કરીને નાના ઉદ્યોગ કારોને ધંધો શરુ કરવામાં ઘણી બધી તકલીફ પડતી હતી આ સમસ્યાના સમાધાન માટે 3 વર્કિંગ દિવસ માં GST રજીસ્ટ્રેસન થય જાય તેવી સીસ્ટમ 1 નવેમ્બર 2025  થી અમલમાં આવી છે જેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • RULE-9A GST રજીસ્ટ્રેસન ની ઈલેક્ટ્રોનિક મંજુરી
  • RULE-9A મુજબ GST નોંધણી ની અરજી RULE-8 એટલે NON RESIDENT TAXABLE PERSON અને TDS અને TCS ડીડકટર સિવાયના વ્યક્તિ દ્વારા કરવામાં આવતી GST રજીસ્ટ્રેસન ની અરજી

અથવા

  • RULE-12 એટલે કે ટેક્ષ ડીડકટર દ્વારા કરવામાં આવતી TDS ના GST રજીસ્ટ્રેસન ની અરજી

અથવા

  • RULE-17 એટેલ કે ASSIGNMENT OF UNIQUE IDENTITY NUMBER TO CERTAIN SPECIAL ENTITIES અંતરગત કરવામાં આવી હોય ત્યારે GST પોર્ટલ ડેટા એનાલીસીસ અને રિસ્ક પેરામીટર ને ધ્યાનમાં લય ને ARN જનરેટ થવાના 3 વર્કિંગ દિવસમાં મંજુર કરી દેવામાં આવશે
  • RULE-14A 
  • RULE-14A મુજબ GST રજીસ્ટ્રેસન ની અરજી કરતી વખતે અરજી કરનારે વિકલ્પ સિલેક્ટ કરવામાં આવશે કે તે ટેક્ષ પેયર ની એક મહિનાની આઊટપુટ ટેક્ષ લાયબીલીટી CGST, SGST, IGST, અને COMPENSATION CESS બધાનું ટોટલ થયને 2.5 લાખ થી વધે છે કે નહિ.
  • જે અરજી કરનાર અરજદારે એક મહિનાની ઓઉટપુટ ટેક્ષ લાયબીલીટી CGST, SGST, IGST અને COMPENSATION CESS નું ટોટલ 2.5 લાખ થી ઓછી હોય તે ઓપ્શન સિલેક્ટ કર્યો હશે તેવા નાના ટેક્ષ પેયર ને GST રજીસ્ટ્રેસન ARN જનરેટ થયાના 3 વર્કિંગ દિવસમાં મળી જશે.
  • RULE-14A મુજબ 3 વર્કિંગ દિવસમાં GST રજીસ્ટ્રેસન મેળવવા માટે આધાર ઓથેન્ટીકેસન કરવું ફરજીયાત છે.
  • RULE-14A અંતરગત જે વ્યક્તિ GST રજીસ્ટ્રેસન મેળવે છે તે વ્યક્તિ એક જ રાજ્ય માં બીજો GST નંબર માટે અરજી કરી શકે નહિ.
  • Rule -14A ની સ્કીમ માંથી બહાર ક્યારે નીકળવું?
  • જયારે આઉટપુટ લાયાબીલીટી 2.5 લાખથી વધારે થાય અથવા એક જ રાજ્ય માં બીજા GST નંબર ની જરૂરિયાત ઉદભવે ત્યારે આપણે GST રજીસ્ટ્રેસન સમયે જે સ્કીમ સિલેક્ટ કરી છે તેમાંથી બહાર નીકળવાની અરજી FORM GST રજીસ્ટ્રેસન-32 દ્વારા કરવી પડે
  • FORM GST 32 ભરતા સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દા
  • RULE-14A અંતરગત ની સ્કીમમાંથી બહાર નીકળવા માટે ની અરજી FORM GST 32 દ્વારા 01/04/2026 પહેલા કરતા હોય તો 3 મહિનાના GST રીટર્ન ફાઈલ થયેલા હોવા ફરજીયાત છે.
  • RULE-14A અંતરગત ની સ્કીમ માંથી બહાર નીકળવા માટેની અરજી FORM GST 32 દ્વારા 01/04/2026 પછી કરવામાં આવે તો મીનીમમ એક ટેક્ષ પીરીયડ ની રીટર્ન ફાઈલ કરેલું હોવું ફરજીયાત છે.
  • RULE-14A અંતરગત ની સ્કીમ માંથી બહાર નીકળવા માટેની અરજી FORM GST 32 દ્વારા કરતા હોય ત્યારે GST રજીસ્ટ્રેસન મળ્યાની તારીખ થી જે તારીખે બહાર નીકળવાની અરજી કરી તે તારીખે ડ્યુ થતા બધા રીટર્ન ફાઈલ કરેલા હોવા જોઈએ.
  • SECTION-29 અંતરગત GST નંબર કેન્સલેસન ની પ્રોસેસ શરુ થયેલી હોવી જોઈએ નહિ.
  • RULE-14A અંતરગત GST રજીસ્ટ્રેસન સમયે જે કોઈ વિગતો આપેલી છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો RULE-14A ની સ્કીમ માંથી બહાર નીકળવાની અરજી કરતા પહેલા તે ફેરફાર GST પોર્ટલ પર કરી લેવો ફરજીયાત છે.
  • RULE-14A અંતરગત GST રજીસ્ટ્રેસન ની સ્કીમ માંથી બહાર નીકળવાની અરજી જે મહિનામાં અપૃવ થય જાય જે મહિના સુધીના કોઈપણ મહિનાની આઉટપુટ લાયાબીલીટી માં એવું અમેંડમેન્ટ નો કરી શકી જેથી કરીને આઉટપુટ લાયાબીલીટી 2.5 લાખથી વધી જાય.
  • GST રજીસ્ટ્રેસન આ નવી સ્કીમ નાના ટેક્ષપેયર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે ઘણાબધા ધંધામાં GST રજીસ્ટ્રેસન વગર ધાંધી શરુ કરવો શક્ય નથી હોતો તેવા કેસમાં જડપી GST નંબર મેળવવાથી વેપારીઓ જડપી ધાંધી શરુ કરી શકશે.

(લેખક થાનગઢ ખાતે ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. ની પ્રેક્ટીસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!