કોમર્શિયલ મિલ્કત પર RCM થઈ ગયો છે લાગુ!!
તા. 09.10.2024: જી.એસ.ટી. કાઉન્સીલની 54 મી મિટિંગમાં ભલામણ કરવામાં આવી હતી કે જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ હોય તેવા કરદાતા માટે કોમર્શિયલ (વાણિજયક) મિલ્કત ભાડે રાખવામા આવી હોય અને મિલ્કત માલિક જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ના હોય તેવા કિસ્સામાં મિલ્કત ભાડે રાખનાર કરદાતા દ્વારા રિવર્સ ચાર્જ (RCM) મુજબ વેરો ભરવાની જવાબદારી લાગુ થશે. કેન્દ્ર સરકાર દ્વારા આ ભલામણ સ્વીકારી આ અંગે નોટિફિકેશન 09/2024 તા. 08.10.2024 બહાર પાડવામાં આવ્યું છે અને આ RCM ની જવાબદારી 10 ઓક્ટોબર 2024 થી લાગુ થશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.
આમ, 10 ઓક્ટોબર બાદ ચૂકવવામાં આવતા કોમર્શિયલ મિલ્કતના ભાડા ઉપર ભાડે રાખનાર વ્યક્તિ જો જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ હશે તો RCM તરીકે ભાડાની
રકમ ઉપર 18% જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવશે. સામાન્ય રીતે RCM ની ક્રેડિટ મળી રહેતી હોય, આર્થિક રીતે આ RCM બહુ મોંઘો પડતો હોતો નથી પરંતુ
જે કરદાતા કંપોઝીશન હેઠળ ટેક્સ ભરે છે અથવા તો જે કરદાતાઓ કરપાત્ર સાથે કરમુક્ત માલનું વેચાણ પણ કરે છે આવા કરદાતા માટે આ જવાબદારી આર્થિક ડામ
આપશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે