ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનના હોદેદારો દ્વારા સ્ટેટ જી.એસ.ટી. ના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત
(સ્ટેટ જી.એસ.ટી. ના ચીફ કમિશ્નરશ્રી રાજીવ ટોપનેની મુલાકાત લેતા ગુજરાત સ્ટેટ બારના હોદેદારો) (ઉપર)
(સ્ટેટ જી.એસ.ટી. સ્પેશિયલ કમિશ્નરશ્રી પી. ભારથીની મુલાકાત લેતા ગુજરાત સ્ટેટ બારના હોદેદારો) (ઉપર)
(સ્ટેટ જી.એસ.ટી. એડિશનલ કમિશ્નરશ્રી દિનેશ ત્રિવેદીની મુલાકાત લેતા ગુજરાત સ્ટેટ બારના હોદેદારો) (ઉપર)
(સ્ટેટ જી.એસ.ટી. એડિશનલ કમિશ્નરશ્રી અતુલ મહેતાની મુલાકાત લેતા ગુજરાત સ્ટેટ બારના હોદેદારો) (ઉપર)
(સ્ટેટ જી.એસ.ટી. એડિશનલ કમિશ્નરશ્રી ધર્મેન્દ્ર હેરમાંની મુલાકાત લેતા ગુજરાત સ્ટેટ બારના હોદેદારો) (ઉપર)
તા. 17.07.2025: ગુજરાતના જી.એસ.ટી. પ્રેકટિશનર્સના સૌથી મોટા એસોસીએશન ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. ના હોદ્દેદારો દ્વારા સ્ટેટ જી.એસ.ટી. ના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન એસોસીએશન દ્વારા વેટ હેઠળ પેટ્રોલ પંપના ડીલરોને ફટકારવામાં આવી રહેલી 18% વ્યાજ અંગેની નોટિસ અંગે રજૂઆત કરવામાં આવેલ હતી. આ ઉપરાંત વેટ હેઠળ જૂની રિકવરી માં ઉતાવળ ના કરવા અંગે, ઇ વે બિલની આપીલો અંગે પણ કરદાતાની તરફેણમાં રજૂઆત કરવામાં આવેલ હતું. આ મિટિંગમાં ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર વતી પ્રમુખ નરેન્દ્ર કરકર, મંત્રી પંકજ શાહ, રાજીવ શાહ, ઉપ પ્રમુખ, નિશાંત શાહ, ખજાનચી, શૈલેષ મકવાણા, પૂર્વ પ્રમુખ ઉપરાંત એસોસીએશનની રિપ્રેસન્ટેશન કમિટીના કન્વેનર પ્રિયમ શાહ તથા સુનિલ કેશવાણી ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.