કરદાતાની સ્પષ્ટ વિનંતી હોય તો ઓનલાઈનની બદલે રૂબરૂ સુનાવણી કરી શકશે જી.એસ.ટી. અધિકારી
તા. 06.11.2024: જી.એસ.ટી. તથા સ્લાગ્ન ઇંડાયરેક્ટ કાયદાઓ માટે સેંટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા આ કાયદાઓ હેઠળ થતી સુનાવણી ઓનલાઈન થાય તે અંગે સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. આ સૂચનાઓ 21 ઓગસ્ટ 2020 થી અમલમાં હતી જેમાં 28 જુલાઇ 2022 થી સુધારો કરવામાં આવ્યો હતો. આ ઓનલાઈન સુનાવણીમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે વિવિધ કરદાતાઑના સમૂહ તથા વિવિધ એસોસીએશન દ્વારા CBIC ને સૂચનો કરવામાં આવ્યા હતા. આ સૂચનોને ધ્યાને લઈ CBIC દ્વારા એક મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. હેઠળના અધિકારીઓને જ્યારે કરદાતા તરફથી ખાસ વ્યક્તિગત રૂબરૂ સુનાવણીની વિનંતી કરવામાં આવી હોય ત્યારે રૂબરૂ સુનાવણી માટે તક આપી શકશે. આ સુધારો થતાં હવે કરદાતા અગાઉની જેમ ફરી જી.એસ.ટી. ને સલગ્ન ઓફિસોમાં રૂબરૂ હાજર થઈ સુનાવણીમાં ભાગ લઈ શકશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.