PM cares ફંડમાં ડોનેશન: દેશ તથા સમાજની સેવા કરવાની તક ઉપરાંત મળશે આવકમાંથી 100% મુક્તિ અને બચી શકે છે મોટો ટેક્સ

Spread the love
Reading Time: 2 minutes

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વિવિધ રોકાણો બાબતે ઇન્કમ ટેક્સમાંથી કપાત મળતી હોય છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ 150000/- સુધીની કાપાતો કરદાતા લેતા હોય છે. આ ઉપરાંત મેડીકેલેમ માં રોકાણ કરી વધારાની 25000 થી 50000 ની કપાત પણ કરદાતાઓ લેતા હોય છે. પણ આ કાપતો ની મર્યાદાઓ પુર્ણ થતાં કરદાતાઓ નો સામાન્ય પ્રશ્ન હોય છે કે હવે ટેક્સ બચાવવા શું કરી શકીએ???

કરદાતાઓ માટે COVID-19 ની આ મુશ્કેલ સ્થિતિ કરદાતાઓ માટે એક વધારાના વિકલ્પ લઈ ને આવી છે. ભારત ના પ્રધાનમંત્રીએ COVID-19 ની પરિસ્થિતી માટે લોકો દેશની આ મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ રૂપ થઈ શકે તે માટે PMCares (Prime Ministers Citizen Assistance and Relief in Emergency Situations Fund) નામક એક ફંડ શરૂ કર્યું છે. આ ફંડ માં 1 રૂ. થી માંડી ને કોઈ પણ રકમ સુધીનું દાન  કરદાતા આપી શકે છે. દાન માં આપેલ રકમ આવકમાંથી સંપૂર્ણ પણે બાદ મળશે. આમ, આ દાન આપવાથી સમાજ ની સેવા પણ થશે તથા એ રકમ ઉપર ટેક્સ ભરવામાંથી મુક્તિ પણ મળશે. આ ફંડમાં કરેલ દાન કરદાતા પોતાની જરૂરિયાત મુજબ નાણાકીય વર્ષ 2019 20 અથવા 2020 21 માં બાદ લઈ શકશે. જે કરદાતાઓ નો થોડી આવક વધવાના કારણે ઇન્કમ ટેકસ ના ઊંચા સ્લેબ માં જતાં હોય, કલમ 87A નું રિબેટ જતું હોય તેવા કરદાતાઓએ આ ફંડ માં દાન આપવાનો વિકલ્પ જરૂર પસંદ કરવો જોઈએ. PM Cares ફંડ માં કરેલ દાનની રકમ આવકમાંથી 100% બાદ મળશે. આ ઉપરાંત સામાન્ય રીતે ટ્રસ્ટ ને આપવામાં આવતું દાન એ કુલ આવકની 10 % ની મર્યાદામાં બાદ મળતું હોય છે. પરંતુ PM Cares ફંડ માં આપવામાં આવતા દાનને કોઈ મર્યાદાનો બાધ નથી. કોઈ કરદાતા પોતે 30% ના સ્લેબમાં વેરો ભરવા જવાબદાર હોય તો તે 10000/- રૂ નું દાન આપે દેશ તથા સમાજ ની સેવા ઉપરાંત 3000/- રૂ જેટલી ટેક્સ ની બચત પણ કરી લેશે.

આમ, અમે અમારા અખબાર ના માધ્યમ દ્વારા વાંચકો ને ટહેલ નાંખીએ છીએ કે PM Cares ફંડ માં ઉદાર હાથે ફાળો આપી તમારો ટેક્સ પણ બચાવો.

નાગરિકો આ ફંડ માં દાન આપવા નીચેની વિગતો છે.

Citizens and organisations can go to the website pmindia.gov.in and donate to PM CARES Fund using the following details:

Name of the Account PM CARES
Account Number 2121PM20202
IFSC Code SBIN0000691
SWIFT Code SBININBB104
Name of Bank and Branch State Bank of India, New Delhi Main Branch
UPI ID pmcares@sbi

આપના દ્વારા આપવામાં આવેલ PM cares નું દાન અમને ટેક્સ ટુડે ના વોટ્સ એપ નંબર 9924121700 ઉપર મોકલો અમે આ નામ અમાર ઓનલાઈન પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરીશું.

ટેક્સ ટુડે ની પહેલ પર PM Cares Fund મા દાન આપનાર:

1. કેતન શાહ બરોડા.    5000/-

 

error: Content is protected !!